સારંગપુર ખાતે પૂ. પ્રમુખ સ્વામીનો ૯૫મો જન્મોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો

Wednesday 09th December 2015 06:33 EST
 
 

ભાવનગરઃ યાત્રાધામ સારંગપુર ખાતે તારીખ પ્રમાણે આઠમી ડિસેમ્બરે પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મ દિનની ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો અને હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લામાં ૧ર૦૦ કરતાં વધુ ભગવાન સ્વામિનારાયણના શિખરબંધ મંદિર બાંધવાનો શ્રેય જેના ફાળે જાય છે તેવા વિશ્વ વંદનીય પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો આઠમીએ તારીખ પ્રમાણે ૯૫મો જન્મદિન હોવાથી સારંગપુર ખાતે તેમના જન્મદિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશ વિદેશથી હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂ. પ્રમુખ સ્વામીનો ૯૫મો જન્મ દિવસ ધામધૂમ તથા હર્ષપૂર્વક ઉજવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત હોવા છતાં પૂ. પ્રમુખ સ્વામી સારંગપુર અક્ષર પુરૃષોત્તમ મંદિર ખાતે સવારે સાડા દસના ટકોરે દરેકને દર્શન આપવા બહાર આવ્યા હતા.


comments powered by Disqus