હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 09th September 2015 06:38 EDT
 

પત્નીઃ મેં તમને જોયા વગર લગ્ન કર્યાં. મેં કેવું સાહસ કર્યું કહેવાય!
પતિઃ અરે ગાંડી, તું મારું સાહસ જો. મેં તો તને જોયા પછી પણ તારી સાથે લગ્ન કર્યાં.

રમેશઃ આજે મારી પાસે ૧૦ કાર, ૧૨ દુકાનો અને ૧૫ બંગલા છે. તારી પાસે શું છે?
સુરેશઃ મારી પાસે એક દીકરો છે, જેની ગર્લફ્રેન્ડ તારી દીકરી છે.

કોર્ટમાં એક્સિડન્ટનો કેસ ચાલી રહ્યો હતો. આરોપી તરફ જોઈને જજે પૂછ્યું, ‘સાબિત કર, તારી પાસે શું પુરાવા છે કે તું કાર ધીમે ચલાવતો હતો?’
આરોપીઃ હકીકતે, હું પત્નીને પિયરથી લેવા જતો હતો.

સંતાઃ તારો ભાઈ શું કરે છે?
બંતાઃ દુકાન ખોલી હતી, હમણાં જેલમાં છે.
સંતાઃ કેમ?
બંતાઃ દુકાન હથોડીથી ખોલી હતી.

શ્રીમતીજીનો ફોન રાત્રે બે વાગ્યે આવ્યો. શ્રીમાને ઊઠીને જોયું તો મેસેજ વંચાયોઃ ‘બ્યુટીફૂલ’
પતિને લાગ્યું કે પત્ની પર કોઈ ફિદા છે. તેણે ગુસ્સામાં પત્નીને ઊઠાડીને પૂછ્યુંઃ ‘તને આવો મેસેજ કોણે મોકલ્યો?’
શ્રીમતીજીને થયું કે બે બાળકોની મા પર કોણ ખુશ થઈ ગયું? તેણે મોબાઈલ ઝૂંટવીને મેસેજ વાંચ્યો અને ચિલ્લાઈને બોલી, ‘અરે, ચશ્મા પહેરીને તો વાંચો, બ્યુટીફૂલ નહીં, ‘બેટરી ફૂલ’ લખ્યું છે.

કોર્ટે અમિતાભ બચ્ચન પાસે ‘મેગી’ને પ્રમોટ કરવા બદલ જવાબ માંગ્યો હોવાના અહેવાલ છે. પણ અમિતાભે એના દીકરા અભિષેકને પ્રમોટ કર્યો એનું કંઈ નહિ? સ્વાસ્થ્ય માટે તો એ પણ ખતરનાક છે!

બે ભિખારી એક ઘર પાસે આવીને કહેવા લાગ્યા.
‘બહેનજી, બહુ ભૂખ્યા છીએ, કંઈ ખાવાનું આપજો....’
ગૃહિણીઃ ‘બે મિનિટ હોં!’
બહેન અંદર ગયાં કે તરત એક ભિખારીએ બીજાને કહ્યું, ‘ચલ ભાગ! આ તો મેગી બનાવવા ગઈ લાગે છે!’

ગુજરાતમાં ‘મેગી’ પર પ્રતિબંધ મુકાયા પછી ૯૦ ટકા છોકરીઓએ પોતાના ફેસબુક પ્રોફાઇલમાં 'હોબીઃ કુકીંગ' એવું લખવાનું બંધ કર્યું છે.

ઈન્દ્રાણી મુખરજીવાળો ચકચારી કેસ... એક ‘ત્રીજી પત્ની’ અને એના ‘બીજા પતિ’એ ભેગા મળીને ‘ત્રીજા પતિ’ની ‘પહેલી પત્ની’ના પુત્ર અને ‘પહેલા પતિ’ની બીજી પુત્રી વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકાથી, જેને પોતે ‘બહેન’ તરીકે ઓળખાવતી હતી તેવી ‘પુત્રી’નું મર્ડર એટલા માટે કર્યું કે એમાં ‘કરોડોં કી જાયદાદ’નો મામલો હતો...
એકતા કપુર, રાહ શું જુઓ છો? આ તો ૧૦૦૦ એપિસોડ લાંબી સિરિયલનો મસાલો છે.

ઈન્દ્રાણી મુખરજીની ફેવરીટ ગેમ શું છે?
- તીન પતિ!

ઈન્દ્રાણી મુખરજીના કિસ્સા પછી ઇન્કમટેક્સ વિભાગે ફોર્મમાં નવા બે ખાનાં ઉમેરવાનું નક્કી
કર્યું છે.
- અગાઉના પતિઓની સંખ્યા...
- અગાઉની પત્નીઓની સંખ્યા...

પોલીસ ઈન્સ્પેક્ટર છગને સીટી મારીને કારને રોકી અને અંદર બેઠેલા ડ્રાઈવર લલ્લુને કહ્યું, ‘તમારું લાયસન્સ બતાવો તો!’
લલ્લુએ લાયસન્સ બતાવ્યું. ઈન્સ્પેક્ટરે લાયસન્સ જોઈ લીધું એટલે લલ્લુએ પૂછ્યું, ‘કેમ લાયસન્સ જોવું પડ્યું? મેં તો કોઈ કાયદાનો ભંગ નથી કર્યો.’
‘એ તો એવું છે કે તમે જે પ્રકારે પાંચની સ્પીડે ગાડી ચલાવતા હતા એટલી સ્પીડે જતા મેં કોઈને જોયા નથી એટલે લાયસન્સ માંગવું પડ્યું.’


comments powered by Disqus