ગોપેશ્વરઃ વાદળો ફાટતાં વેરવિખેર બની ગયેલું કેદારનાથ પવિત્ર યાત્રાધામ આવતા મહિને ૨૪ તારીખે સવારે આઠ વાગ્યે શિયાળો પૂરો થતાં મંદિરના દ્વારા ભક્તો માટે ખોલવામાં આવશે, એમ કેદારનાથ-બદ્રીનાથ મંદિર સમિતિના અધિકારી બી. ડી. સિંહે કહ્યું હતું.
શિયાળામાં જ્યાં ભગવાન બિરાજે છે એ રૂદ્રપ્રયાગ જિલ્લામાં ઉકિમનાથના ઓમકારેશ્વર મંદિરમાં તારીખ અને સમય અંગેનો નિર્ણય લેવાયો હતો. ઉત્તરાખંડમાં સ્થિત ચારધામ પૈકીનું એક ધામ કે ગઢવાલ, હિમાચલમાં આવેલું છે તે શિયાળામાં બરફ પડવાના કારણે દર વર્ષે બંધ રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની હોનારત છતાં પણ કેદારનાથમાં આવનારા યાત્રાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો નથી.