બ્રિટિશ નાગરિક માટે ભારતમાં ઇ-ટુરિસ્ટ વિઝા

Wednesday 12th August 2015 06:00 EDT
 
 

લંડનઃ ભારત સરકારે જાહેર કરેલી ઈ-ટુરિસ્ટ વિઝા સ્કીમનો લાભ હવે બ્રિટિશ નાગરિકોને પણ મળશે. સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટથી ભારત સરકારે વધુ ૩૬ દેશોને ઈ-ટુરિસ્ટ વિઝા યોજનામાં સામેલ કરવાની જાહેરાત કરી છે તેમાં યુનાઇટેડ કિંગ્ડમનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ હવે કુલ ૧૧૩ દેશના નાગરિકો માટે ઈ-ટુરિસ્ટ વિઝા સ્કીમની સુવિધા ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત, ભારત સરકારે ઈ-ટુરિસ્ટ વિઝા સ્કીમની સુવિધા ધરાવતા એરપોર્ટ્સની યાદીમાં ગુજરાતના મહાનગર અમદાવાદ અને રાજસ્થાનના જયપુર સહિત સાત વધુ શહેરોને આવરી લીધા છે. આમ હવે ભારતમાં ૧૬ એરપોર્ટ પર ઈ-ટુરિસ્ટ વિઝા સુવિધા મળશે.
ભારત સરકારે સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટથી અમલમાં આવે તે રીતે યુનાઇટેડ કિંગ્ડમ ઉપરાંત આર્જેન્ટીના, આર્મેનિયા, બેલ્જિયમ્, કોલમ્બિયા, ક્યુબા, ગ્વાટેમાલા, હંગેરી, આયર્લેન્ડ, જમૈકા, મલેશિયા, મોંગોલિયા, મોઝામ્બિક, નેધરલેન્ડ્સ, પોલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સુરિનામ, સ્વીડન, તાઈવાન અને ટાન્ઝાનિયા સહિત વધુ ૩૬ દેશના નાગરિકોને ઈ-ટુરિસ્ટ વિઝા ઓન એરાઇવલ સ્કીમનો લાભ આપવાનું જાહેર કર્યું હોવાનું ભારતીય દૂતાવાસની યાદીમાં જણાવાયું છે. આ સાથે હવે કુલ ૧૧૩ દેશના નાગરિકોને ઈ-ટુરિસ્ટ વિઝા સ્કીમનો લાભ લઇ શકશે.
૭ નવા એરપોર્ટનો સમાવેશ
ભારત સરકારે વધુ ૩૬ દેશના નાગરિકો માટે ઈ-ટુરિસ્ટ વિઝા શરૂ કરવા ઉપરાંત નવા સાત ભારતીય એરપોર્ટ્સને પણ આ સુવિધાથી જોડ્યા છે. આ એરપોર્ટ્સમાં અમદાવાદ ઉપરાંત અમૃતસર, ગયા, જયપુર, લખનૌ, ત્રિચી અને વારાણસીનો સમાવેશ થાય છે. આમ હવે કુલ ૧૬ એરપોર્ટ્સ પરથી ઈ-ટુરિસ્ટ વિઝા દ્વારા ભારતમાં પ્રવેશ મેળવી શકાશે.
ઇ-ટુરિસ્ટ વિઝા કોને મળે?
ભારતમાં આનંદપ્રમોદ, પર્યટન, મિત્રો કે સગાંસંબંધી સાથે મુલાકાત, ટુંકા ગાળાની તબીબી સારવાર કે બિઝનેસ વિઝિટનો હેતુ ધરાવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઈ-ટુરિસ્ટ વિઝા માટે પાત્ર ગણાય છે. જોકે, પાકિસ્તાની મૂળના કે પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતાં પ્રવાસી યોજનાનો લાભ લઇ મેળવી શકશે નહિ.
ઇ-ટૂરિસ્ટ વિઝાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. અગાઉ વિઝા ઓન અરાઇવલના નામે ઓળખાતી યોજનાનું નામ બદલીને ઇ-ટૂરિસ્ટ વિઝા કરી દેવાયું છે. વિઝા ઓન અરાઇવલ નામના કારણે પ્રવાસીઓને ગેરસમજ થતી હતી ઇ-ટૂરિસ્ટ વિઝા લાગુ કરાયા બાદ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મે-૨૦૧૫માં ભારતમાં ઇ-ટુરિસ્ટ વિઝા પર ૧૫,૬૫૯ પર્યટકો આવ્યા હતા જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં ૧૮૩૩ પ્રવાસીઓ ઇ-ટૂરિસ્ટ વિઝા પર આવ્યા હતા. આમ વર્ષમાં પ્રવાસીની સંખ્યામાં ૭૫૪.૩ ટકાનો વધારો થયો છે.
ભારત સરકારે હાલમાં વિઝા માટેના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. જેમાં એક ઇ-ટુરિસ્ટ વિઝા પણ છે. તેને અત્યાર સુધી વિઝા ઓન અરાઇવલ પણ કહેવામાં આવતા હતા. આ કન્સેપ્ટ કેવી રીતે કામ કરે છે તે આપણે જોઈએ.
હિમાંશી ભાંબરી એક સોફ્ટવેર એન્જિનયર છે. તે છેલ્લા ૧૦ વર્ષથી જાપાનમાં રહે છે. તેની એક મિત્ર ઓશિન છે. ઓશિનની ઇચ્છા ભારતનો પ્રવાસ કરવાની છે. બન્નેની ઈચ્છા દિવાળી પર એક અઠવાડિયા માટે ભારત આવવાની છે. ઓશિન ઇ-ટૂરિસ્ટ વિઝા હેઠળ જાપાનમાંથી જ ભારત માટે વિઝા અપ્લાય કરી શકે છે. તેના માટે એને ભારતીય દૂતાવાસની મુલાકાત લેવાની જરૂર નથી, સાથોસાથ વિઝાની ફી ઓનલાઇન ભરી શકાય છે.
ઇ-ટૂરિસ્ટ વિઝા
સરકારે વિઝા ઓન અરાવલનું નામ બદલીને ઇ-ટૂરિસ્ટ વિઝા કર્યું છે. વિઝા ઓન અરાઇવલના નામના લીધે પ્રવાસીઓમાં ભ્રમ પેદા થયો હતો. જેના કારણે અનેક પ્રવાસીઓ ભારત આવીને પરત ફરી ગયા હતા.
ઇ-ટૂરિસ્ટ વિઝા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આપવામાં આવે છે. ઇ-વિઝાની સુવિધા ધરાવતા દેશોની યાદીમાં પાકિસ્તાન સામેલ નથી. જો પ્રવાસી પાસે પાકિસ્તાની પાસપોર્ટ હશે અથવા તો તે પાકિસ્તાની મૂળનો નાગરિક હશે તો તેણે ભારતીય દૂતાવાસમાં જઈને અરજી આપવાની રહેશે.
ઇમિગ્રેશન વિભાગ અત્યાર સુધી દેશમાં ૯ એરપોર્ટ - દિલ્હી, મુંબઈ, કોલકતા, હૈદ્રાબાદ, બેંગલોર, કોચી, તિરુવનંતપુરમ્ અને ગોવામાં ૭૨ કાઉન્ટર્સ પર ઈ-વિઝાની સુવિધા પૂરી પાડતો હતો. હવે આ યાદીમાં વધુ ૭ શહેરો ઉમેરાયા છે. જેમાં અમદાવાદ, અમૃતસર, ગયા, જયપુર, લખનૌ, ત્રિચી અને વારાણસીનો સમાવેશ થાય છે. આમ ભારતમાં હવે કુલ ૧૬ એરપોર્ટ પર આ સુવિધા ઉપલબ્ધ થઇ છે.
ઈ-ટુરિસ્ટ વિઝાની વધુ માહિતી https://indianvisaonline.gov.in/visa/tvoa.html વેબસાઈટ પરથી મેળવી શકાશે.
વિઝાના કુલ ૧૦ પ્રકાર
વિઝા શબ્દનો અર્થ છે વિઝિટર્સ ઇન્ટરનેશનલ સ્ટે એડમિશન (VISA). એક લેટિન શબ્દ ચાર્ટા વિઝા પરથી ઉતરી આવ્યો છે, તેનો અર્થ થાય છે ‘એવો દસ્તાવેજ જે દેખવો જરૂરી છે.’ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દેશમાં હરવાફરવા માટેની મંજૂરી આપવા માટેની કાનૂની મંજૂરી છે. વિઝા મર્યાદિત સમય માટે હોય છે અને તે પાસપોર્ટના આધારે અપાય છે. દરેક દેશના વિઝાને લગતા અલગ-અલગ કાયદા હોય છે.
પ્રવાસીઓ માટે જુદા-જુદા પ્રકારના વિઝા હોય છે જે સમજવું જરૂરી છે.
• ટૂરિસ્ટ વિઝાઃ આ પ્રકારના વિઝા એવા લોકોને આપવામાં આવે છે જે ભારતમાં ફરવા માટે આવે છે. ટૂરિસ્ટ વિઝા હેઠળ કોઈ પણ વ્યક્તિ ભારતમાં છ મહિના સુધી જ રોકાણ કરી શકે છે.
• નોકરી માટેના વિઝાઃ આ વિઝા વિદેશી નાગરિકોને આપવામાં આવે છે. જે લોકો ભારતમાં રજીસ્ટર્ડ કંપની કે સંસ્થામાં કામ કરવા માગતા હોય છે અથવા તો સ્વૈચ્છિક સેવા કે ઇન્ટર્નશીપ કરવા માગે છે તેમણે આ પ્રકારના વિઝા માટે અપ્લાય કરવાનું રહે છે. આ પ્રકારના વિઝા મેળવવા માટે જે-તે કંપનીનો અપોઇન્ટમેન્ટ લેટર પણ જરૂરી હોય છે.
• સ્ટુડન્ટ વિઝાઃ વિદેશમાંથી ભારતમાં ભણવા માટે આવતી વ્યક્તિઓએ વિઝા માટે અપ્લાય કરવાનું રહે છે.
• બિઝનેસ વિઝાઃ આ વિઝા એવા વિદેશીઓને આપવામાં આવે છે જે ભારતમાં વેપાર કરવા માગે છે. નોકરી માટેના વિઝા કરતા આ વિઝા અલગ છે કારણ કે તેમાં કોઈ કંપની કે સંસ્થાનો લેટર જરૂરી હોત


comments powered by Disqus