તેમણે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે જણાવ્યું કે, સતત પ્રગતિ કરતું ગુજરાત બીજા રાજ્યો માટે સ્ટાન્ડર્ડ સેટ કરે છે. ભારતના ટ્રેડનો ગેટ-વે ગુજરાત છે અને યુકે માટે ગુજરાત મહત્ત્વનું રાજ્ય છે. પ્રીતિ પટેલ જણાવ્યું કે,લાંબા સમય પછી અમદાવાદ આવી છું તેની મને ખુશી છે. યુકેમાં પણ ગુજરાતીઓની સંખ્યા વધારે છે. ભારત અને યુકેનો ટ્રેડ વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૬.૪ બિલિયન પાઉન્ડનો છે. અમે ઇચ્છીએ છીએે કે અહીનુંુ પ્રતિનિધિ મંડળ યુકેની મુલાકાત લેે. દરમિયાન, તેમણે પોતાની સરકાર લંડનમાં પાર્લામેન્ટ સ્કેવરમાં ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરશે તેવી જાહેરાત કરી હતી. યુકેના વડા પ્રધાન કેમરને પ્રીતિ પટેલની ભારતીય ડાયસ્પોરા ચેમ્પિયન તરીકે નિમણુક કરી છે. ચેમ્બરના પ્રમુખ રાકેશ શાહે લંડનથી અમદાવાદની સીધી વિમાની સેવા શરૂ કરવા માટે કરેલી રજૂઆતના પગલે તેમણે આ અંગે ઝડપી નિર્ણય લેવા કહ્યું હતું.