ક્લીન એનર્જી, સ્માર્ટ સિટી, શિક્ષણ અને કૌશલ્યવર્ધનના ક્ષેત્રોમાં સૌથી વધારે રસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ટેક સ્ટાર્ટ અપ્સની દરખાસ્તો પણ આવી રહી છે. પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન ભારતમાં કામ કરવા ઈચ્છુક એનઆરઆઈની લગભગ ૭૦૦ બિઝનેસ ટુ બિઝનેસ બેઠકો નક્કી કરવામાં આવી હતી.
અગાઉના પ્રવાસી ભારતીય દિવસ કરતાં આ વખતે પ્રવાસી ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઓઆઈએફસીના સીઈઓ ચારુ માથુરે સીઆઈઆઈના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મોટાભાગના વિદેશી ભારતીયોને પોતાના વતન માટે યોગદાન આપવાની ઈચ્છા હોય છે પણ તેમણે સ્થાનિક તંત્રનો સહયોગ મળશે કે નહીં અને ભ્રષ્ટાચાર નડશે કે કેમ તેની ચિંતા હોય છે. જોકે, તેમના દ્વારા થતા મૂડીરોકાણ કરતાં રેમિટન્સનું પ્રમાણ ખૂબ હોય છે. ભારત સરકારના આંકડા પ્રમાણે વર્ષ ૨૦૦૦થી એપ્રિલ ૨૦૦૩ સુધીમાં એનઆરઆઈનું મૂડીરોકાણ ૪.૬૮ બિલિયન ડોલર હતું જ્યારે આરબીઆઈની એનઆરઆઈ ડિપોઝિટ્સમાં ૨૦૧૩-૧૪માં રોકાણ ૩૮.૯ બિલિયન ડોલર છે.