બે પાગલ અગાશી પર સુતા હતા. અચાનક વરસાદ પડ્યો.
પહેલોઃ ચલ અંદર જતા રહીએ, આકાશમાં કાણું પડ્યું લાગે છે.
એટલામાં વીજળીનો કડાકો થયો.
બીજોઃ હવે ઊંઘી જા પાછો, લાગે છે વેલ્ડિંગ કરનારા આવી ગયા છે.
•
નરેન્દ્ર મોદીની જેમ નવાઝ શરીફ પણ અમેરિકામાં ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગને મળવા ગયા. જઈને બધું જોયા પછી નવાઝ શરીફ બોલ્યાઃ
‘માર્ક, આપને ઇતને સારે ઇન્ડિયન્સ કો નોકરી પે લગા રખ્ખા હૈ, મગર હમારા પાકિસ્તાન કા કોઈ બંદા યહાં ક્યું નહિ દિખતા?’
ઝકરબર્ગઃ ‘છે ને... એ અબ્દુલ! દો ચાય લાના!’
•
આટલું બધું ભણીભણીને શું ફાયદો? જો બાર-બાર વરસ ઇંગ્લીશ ભણવા છતાં હજી કોઇને ખબર નથી કે જલેબી અને ફાફડાને ઇંગ્લીશમાં શું કહેવાય....
•
૨૦ વરસના થયા ત્યાં લગી પપ્પા કહેતા હતાઃ તને આમાં ખબર ન પડે.
૨૫ વરસના થયા પછી પત્ની કહેવા લાગીઃ તમને આમાં ખબર ન પડે.
૫૦ વરસના થયા પછી હવે સંતાનો કહેવા લાગ્યા છેઃ તમને આમાં ખબર ન પડે.
સાલું, હવે તો સમજાતું નથી કે ખબર ક્યારે પડે?
•
શહેરની એક છોકરીનાં લગ્ન ગામડાંમાં થયાં. સાસુએ વહુને ભેંસને ચારો નાખવા મોકલી. ભેંસના મોંમાં ફીણ જોઈ વહુ પાંચ જ મિનિટમાં પાછી ફરી. આ જોઈ સાસુમાએ પૂછયુંઃ ‘કેમ શું થયું? આટલી જલ્દી કેમ પાછી આવી... ભેંસને ચારો કેમ ના નાખ્યો?’
વહુઃ ભેંસ હજી તો બ્રશ કરે છે. તેના મોંમાં ફીણ ચોંટેલું દેખાય છે.
•
દુનિયામાં બે કામ કરાવવા બહુ મુશ્કેલ છેઃ
૧) પોતાના વિચારો બીજાના મગજમાં ફિટ કરાવવા. અને
૨) બીજાના ખિસ્સામાંથી પૈસા કઢાવીને પોતાના ખિસ્સામાં જમા કરવા. પહેલા કામાં સફળ થાય એ શિક્ષક બીજા કામમાં સફળ થાય એ બિઝનેસમેન...
અને આ બન્ને કામમાં સફળ થાય એ પત્ની.
•
છગને પોતાનું મકાન ભાડે આપવાની જાહેરખબર આપેલી એમાં જણાવેલુંઃ ‘જેમને બાળકો નહીં હોય એને જ મકાન ભાડે આપવામાં આવશે.’
બીજે દિવસે નાનો રીંકુ છગન પાસે આવીને કહેવા લાગ્યો, ‘મને એક પણ બાળક નથી, પણ મારે મારા મમ્મી-પપ્પા માટે ઘર જોઈએ છે.’
•
નોકરાણીઃ મેડમ મને દસ દિવસની રજા જોઈએ છે.
મેડમઃ એમ તને દસ દિવસથી રજા આપું તો પછી તારા સાહેબ માટે ખાવાનું કોણ બનાવશે? એમના કપડા કોણ ધોશે? એમને પથારી કોણ પાથરી આપશે?
નોકરાણીઃ બેન, તમને સાહેબના કામની જ ચિંતા હોય તો સાહેબને હું મારી સાથે લઈને જાઉં.