એક કંજુસ હોટેલનો માલિક પોતાના રસોઈયાઓને શીખવાડી રહ્યો હતો કેઃ આપણે જે આલુ પરોઠા બનાવીએ તેમાં પરોઠા બની જાય પછી આલુ કાઢી લેવા જોઈએ, કેમ કે પરાઠા બની જાય પછી આલુ તો વેસ્ટ જ જાય ને! બીજો પરાઠા બનાવવામાં કામ લાગે એટલે.
•
એક ગેમ-શોના એંકરે એક કપલ સિલેક્ટ કર્યું.
તેમાંથી પતિને પૂછ્યુંઃ કલ્પના કરો કે કોઈ વાઘ અચાનક તમારી પત્ની અને સાસુ પર હુમલો કરો તો સૌથી પહેલા કોને બચાવશો?
પતિએ શાંતિથી જવાબ આપ્યોઃ હું સો ટકા વાઘને જ બચાવું. કેમ કે બિચારા વાઘ બચ્યા છે જ કેટલા?
•
એક ટોપી વેચનારની કેટલીક ટોપીઓ વાંદરા ઊઠાવી ગયા.
ટોપી વેચનારને પોતાના દાદાની વાર્તા યાદ આવી અને તેણે પોતે પહેરેલી ટોપી કાઢીને ફેંકી.
એટલામાં એક બીજો વાંદરો આવ્યો. નીચે પડેલી ટોપી ઊઠાવી અને ટોપી વેચનારને એક થપ્પડ મારા બોલ્યોઃ એ વાર્તા મારા દાદાને નહોતી આવડતી, મને તો આવડે છે.
•
એક વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાંથી બહાર નીકળતો જોઈ ટીચરે પૂછ્યુંઃ કંઈ કર્યું કે એમ જ બહાર આવતો રહ્યો.
વિદ્યાર્થીઃ નાસ્તો તો કર્યો જ છે. તમે કર્યો ખરો?
•
ચંગુએ મંગુને પૂછયુંઃ તારો પગ કઈ રીતે ભાંગ્યો?
મંગુ બોલ્યોઃ હાઈવે પર સરકારે છેલ્લાં ચાર વર્ષમાં કેટલા એક્સિડન્ટ થયા એનું બોર્ડ મુક્યું છે. ચાલુ સ્કૂટરે એ વાંચતો હતો એમાં કાર સાથે અથડાઈ ગયો.
•
ગણિતના શિક્ષક વજનનાં માપ શીખવતા હતા.
શિક્ષકઃ ૧૦૦૦ કિલો બરાબર એક ટન થાય તો ૩૦૦૦ કિલો બરાબર કેટલા ટન?
વિદ્યાર્થીઃ ટન ટન ટન.
•
ચંગુઃ અગર કોઈ લડકા ગર્લ્સ હોસ્ટેલ મેં ગયા તો પહલી બાર ૧૦૦ રૂપિયા ફાઈન, દુસરી બાર દોસો ઔર તીસરી બાર ૩૦૦.
મંગુઃ સર મન્થ્લી પાસ બનાયેંગે તો?
•
લલ્લુને ચંદ્ર પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.
અડધા રસ્તેથી લલ્લુ રોકેટમાંથી કૂદી ગયો અને ચીસ પાડીઃ બેવકૂફ, આજે તો અમાસ છે. ચંદ્ર તો હશે નહીં.
•
એક યુવતી પોતાના પુત્રને પોતાની સાસુ પાસે મૂકીને પિયર ચાલી ગઈ.
ત્રીજા દિવસે સાસુનો ટેલિગ્રામ આવ્યો, જલ્દી પાછી આવ. છોકરો ઉદાસ છે.
યુવતીએ ફરી ટેલિગ્રામ મોકલ્યો, કોનો છોકરો ઉદાસ છે? તમારો કે મારો.
•
ચંદુઃ સાહેબ, મારા વાળ ખૂબ ખરી રહ્યા છે.
ડોક્ટરઃ શેને કારણે?
ચંદુઃ ચિંતાને લીધે જ કદાચ.
ડોક્ટરઃ શેની ચિંતા છે તમને?
ચંદુઃ વાળ ખરવાની.
•
પતિઃ મુઝે નીંદ નહીં આ રહી...
પત્નીઃ જાકે બર્તન સાફ કર દો, આ જાયેગી.
પતિઃ નીંદ મેં બડ બડા રહા હું ! પગલી...