ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે તમામ છ મહાનગરપાલિકામાં - ઘસારા છતાં વિજયપતાકા લહેરાવ્યા હતા. આ તમામ મહાનગર-પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, પક્ષના નેતા અને દંડકના નામ જાહેર થતાં તમામે સોમવારે હોદ્દાનો કાર્યભાર સંભાળી લીધો હતો. ક્યાંક જૂથવાદ અને ખેંચતાણ જોવા મળી હતી, પણ છેવટે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.

