ગાંધીનગરઃ શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતનો લાભ મેળવવા ચાર મહિનાથી આંદોલન કરી રહેલા પાટીદારોએ હવે જેલમાં કેદ સાથીઓને છોડાવવા સરદાર પટેલની પૂણ્યતિથિથી રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ કર્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (‘પાસ’)ના સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર્સની બોટાદમાં એક બેઠક મળી હતી, જે અંગે સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયાએ કહ્યું કે, આ બેઠકમાં કુલ સાત ઠરાવ પસાર કરાયા છે. જેમાં હાર્દિક પટેલ સહિત હાલ જેલમાં રહેલા પાટીદાર યુવાનોને છોડાવવા આંદોલન શરૂ કરવાના નિર્ણયનો સમાવેશ થાય છે.
