રમેશ પોતાની પત્ની સાથે કોઈના લગ્નમાં ગયો. થોડી વાર પછી પત્નીએ રમેશને અન્ય મહિલાઓ સાથે હળી-મળીને વાતો કરતો જોયો.
પત્ની (પતિ પાસે જઇને ધીમેથી કાનમાં બોલી)ઃ ઘરે પહોંચીને તમારા માથાના ઘા પર દવા લગાવી આપીશ, હોં...
રમેશઃ પણ મારા માથામાં તો કંઈ વાગ્યું નથી.
પત્નીઃ હજુ આપણે ઘેર પણ ક્યાં પહોંચ્યા છીએ.
•
એક વિજ્ઞાનીએ લગ્ન શું છે એ જાણવા માટે લગ્ન કર્યાં. કસમથી લગ્ન કર્યા પછી એ નથી જાણી શક્યો કે વિજ્ઞાન શું છે?
•
એક મહિલા દૂધવાળાનેઃ ભાઈ, એક લિટર દૂધ આપજોને...
દૂધવાળોઃ કયું દૂધ આપું ૪૦ રૂપિયે લિટરવાળું, ૪૫ વાળું કે ૫૦ વાળું?
મહિલાઃ એમાં શું ફરક છે?
દૂધવાળોઃ ફરક તો કંઈ નથી, પણ ૫૦ વાળું લેશો તો તમારા મનને શાંતિ થશે કે આમાં પાણી ઓછું હશે.
•
ભિખારીઃ શેઠ, એક રૂપિયો આપો ને
સંતાઃ કાલ આવજે...
ભિખારીઃ અરે, કાલ-કાલના ચક્કરમાં જ તારા જેવા કંજુસો પાસે લાખો રૂપિયા લેવાના પેન્ડિંગ પડ્યા છે.
•
તાજેતરમાં જ અમેરિકાએ દાવો કર્યો છે કે, મંગળ, શનિ વગેરે ગ્રહોના સંશોધનમાં તેમણે ૧૪૭ બિલિયન ડોલર ખર્ચ્યા છે.
આને કોણ સમજાવે, આપણા દેશમાં તો જ્યોતિષીઓ માત્ર ૧૦૦ રૂપિયામાં જ આ બધા ગ્રહોની દશા બદલી નાખે છે.
•
સંતાઃ પપ્પા, તમે એન્જિનિયર કેવી રીતે બન્યા?
બંતાઃ બેટા, તેના માટે બહુ જ મગજની જરૂર પડે છે.
સંતાઃ હા ખબર છે, એટલે જ મને એ નથી સમજાતું કે તમે એન્જિનિયર બન્યા કેવી રીતે?
•
બે ભાઈબંધ ચંગુ અને મંગુ એના ઘરની બહાર આવતાં ટ્રકને જોઈ રહ્યા હતા.
ચંગુઃ અલ્યા, આ ટ્રક આવે છે તેને જોઈ તું આટલો ગભરાઈ કેમ ગયો?
મંગુઃ એમાં એવું છે ને કે એક વાર આવો જ એક ટ્રકવાળો મારી પત્નીને ઊપાડી ગયો હતો. હવે ડર એ છે કે ફરી એને પાછી મૂકવા ન આવે.
•
મંત્રીઃ આપણા દેશમાં આટલી બેરોજગારી કેમ છે?
સેક્રેટરીઃ લોકો કામ નથી કરતા એટલે...
મંત્રીઃ લોકોને કામ કરતા કરવાનો કોઈ ઉપાય?
સેક્રેટરીઃ તેમનાં લગ્ન કરાવી દો. આપોઆપ જ ઘરમાંથી બહાર નીકળી કામ કરવા લાગશે.
•
સાસુઃ જમાઈરાજા, તમારે આવતા જન્મે શું બનવું છે?
જમાઈઃ જી, ગરોળી બનવા ઈચ્છું છું...
સાસુઃ એવું કેમ?
જમાઈઃ તમારી દીકરી માત્ર ગરોળીથી જ ડરે છે.
•
જિન બોટલમાંથી આઝાદ થયા બાદઃ શું હુકમ છે, મારા આકા...
માલિકઃ કંઈક એવું કર કે દુનિયાની તમામ પત્નીઓ પોતાના પતિની વાત માનવા લાગે અને તેની દિલથી ઇજ્જત કરે.
જિન પાછો બોટલમાં જતો રહ્યોઃ આકા, બોટલનું ઢાંકણ જરા ટાઇટ કરીને બંધ કરજો.
•
ડોક્ટર (પત્નીને)ઃ તમારા પતિને સંપૂર્ણ આરામ મળવો જોઈએ. માટે આ લો ઊંઘની ગોળીઓ.
પત્નીઃ ગોળીઓ ક્યારે અને કેવી રીતે આપવાની છે?
ડોક્ટરઃ ગોળી તેને નહીં તમારે લેવાની છે. ખાઓ અને સૂઈ જાવ.
•