લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનમાં ડો. બાબાસાહેબ આંબેડકર બે મહિના જ્યાં રહ્યા હતા એ બંગલોનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય બંધારણના ઘડવૈયા આંબેડકરની સ્મૃતિ સાથે સંકળાયેલું આ ઘર હાલમાં મહારાષ્ટ્ર સરકારે ૪૦ લાખ પાઉન્ડમાં ખરીદી લીધું છે.
આંબેડકર વર્ષ ૧૯૨૦-૨૧માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા હતા ત્યારે આશરે બે વર્ષ અહીં રહ્યા હતા. આ ઘરની મુલાકાત લઈને વડા પ્રધાન મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આંબેડકરના પૂતળાંને પુષ્પાંજલિ અર્પણ કરીને આ મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મકાનમાં આંબેડકરના જીવન સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજો અને પત્રોને પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે.