પતિઃ પુરાતત્વ વિભાગવાળાઓને આજે હજારો વર્ષ પહેલાંનું સ્ત્રીનું જડબું મળ્યું.
પત્નીઃ પણ તેમને કેવી રીતે ખબર પડી કે એ જડબું સ્ત્રીનું જ છે.
પતિઃ કારણ કે જડબું અત્યારે પણ ચાલ્યા જ કરે છે.
ચિંટુ તેની મમ્મીનેઃ તારા વાળ સફેદ કેમ થતા જાય છે.
મમ્મીઃ તારા એક તોફાનના કારણે મારો એક વાળ સફેદ થાય છે.
ચિંટુઃ હવે સમજાયું કે દાદીના બધા જ વાળ સફેદ કેમ છે.
•
ડોક્ટરઃ તમારો અકસ્માત કેવી રીતે થયો.
દર્દીઃ હું વળાંક લઈ રહ્યો હતો ત્યારે.
ડોક્ટરઃ વળાંકમાં સામેથી અચાનક વાહન આવ્યું હશે. બરાબરને?
દર્દીઃ ના, હું જ્યાંથી વળાંક લેતો હતો ત્યાં વળાંક હતો જ નહીં.
•
ચિંટુઃ પપ્પા, તમારી દુકાનમાં કામ કરીને મારે મારું જીવન નથી બગાડવું.
પપ્પાઃ કેમ?
ચિંટુઃ મારે તો એક્ટર બનવું છે.
પપ્પાઃ લે આ સાવરણી પકડ, હું તને નોકરની એક્ટિંગ શીખવાડું.
•
બે દેશોને એક જ સમયે ૧૯૪૭માં આઝાદી મળી હતી. છતાં પણ એક મંગળ પર પહોંચી ગયો અને બીજો હજી ભારતમાં ઘૂસવા જ મથી રહ્યો છે.
•
પતિઃ સવારે તો તેં કહ્યું હતું કે સાંજે જમવામાં બે ઓપ્શન હશે, તો અત્યારે માત્ર એક જ શાક કેમ?
પત્નીઃ બે ઓપ્શન છે તો ખરા. એક - ખાવું હોય તો ખાવ. બે - ના ખાવું હોય તો કંઈ નહીં.
•
એક પતિ તેના મિત્રનેઃ યાર, મારી પત્ની બહુ ગુસ્સો કરે છે.
બીજો પતિઃ પહેલાં મારી પત્ની પણ કરતી હતી, પરંતુ હવે નથી કરતી.
પહેલો પતિઃ એવું તે શું કર્યું કે તે ગુસ્સો કરતી બંધ થઈ ગઈ?
બીજો પતિઃ એક દિવસ મેં એને કહ્યું કે વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. બસ. ત્યારથી તે એ ઊંચા અવાજમાં વાત પણ નથી કરતી.
•
ગબ્બરઃ સાંભા.
ગબ્બરઃ સાંભા મચ્છરોને મારી નાખો.
સાંભાઃ જી હજૂર.
થોડી વાર પછી ગબ્બર - આ મચ્છર તો પાછા ગણગણવા લાગ્યા.
સાંભાઃ નહીં સરદાર, એ તો એની વિધવા છે જે રડી રહી છે!
•
હવાલદારઃ સાહેબ, આજે તો અમે દારૂ ભરેલી એક આખી ટ્રક પકડી.
ઇન્સ્પેક્ટરઃ બહુ સરસ.
હવાલદારઃ હવે આગળ શું કરવાનું છે સાહેબ?
ઇન્સ્પેક્ટરઃ હવે એક ટ્રક સોડાનો અને એક ટ્રક નમકીનનો પકડી લાવો.
•
એક બાળક (બીજાને) - તું ચીની ભાષા વાંચી શકે છે.
બીજો બાળકઃ હા, કેમ નહીં. શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય.
•
છોકરીઃ બોલ તું મારા માટે શું કરી શકે...
છોકરોઃ તું કહેને શું ઇચ્છે છે?
છોકરીઃ તું મારા માટે ચાંદ-તારા તોડીને લાવી શકે?
છોકરોઃ તો પછી આપણા વિજ્ઞાનીઓ અવકાશયાન ક્યાં મોકલશે.