એક છોકરાએ તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા કહ્યુંઃ મોટામાં મોટો કરોડપતિ હોય કે ગરીબ મારા પપ્પાની સામે વાટકો લઈને ઊભો રહે છે.
ગર્લફ્રેન્ડે વિચારતાં કહ્યુંઃ તો તો તારા પપ્પા એકદમ બિલિયોનેર હશે નહીં?
છોકરોઃ ના એમણે પાણી-પુરીની લારી છે.
•
સંતાઃ અરે યાર બંતા, મારે એક છોકરીને પ્રપોઝ કરવું છે તો કઈ જગ્યાએ બોલાવું?
બંતાઃ એને મંદિરે બોલાવ.
સંતાઃ કેમ મંદિરમાં?
બંતાઃ કેમ કે મંદિર જ એવી જગ્યા છે જ્યાં છોકરીઓ ચપ્પલ ઉતારીને આવે છે.
•
આજના સમયમાં સૌથી મહાન બલિદાન કરનાર વ્યક્તિ કોણ છે?
જે વ્યક્તિ પોતાનો મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢીને બીજા કોઈને ચાર્જમાં મૂકવા દે તે.
•
પરણેલા પુરુષોને એક ખાસ સલાહઃ
જે દિવસે તમારા ઘરે કામવાળી બાઈ આવી ન હોય તે દિવસે ભૂલથી પણ ઘરવાળી સાથે માથાકૂટમાં ન ઉતરવું.
•
દર્દીએ ડોક્ટરને પૂછ્યુંઃ સાહેબ, સાચે સાચું કહેજો, મારા બચવાની કેટલા ટકા શક્યતા છે?
ડોક્ટરઃ સો ટકા છે. આંકડા દર્શાવે છે કે આ રોગમાં દસમાંથી નવ જણ મરી જાય છે. મારા દસમાંથી નવ મરી ગયા છે. અને તું દસમો છે.
•
પત્નીએ પતિને કહ્યુંઃ તમને ખબર છે. આપણી બાજુમાં ડોક્ટર રહેવા આવ્યા છે. આપણે એમની સાથે સંબંધ વધારવો જોઈએ કારણ કે ખબર નહીં ગમે ત્યારે કંઈ કામ પડે તો.
પતિઃ પણ તને ખબર ના હોય તો એક વાત કહું કે તે ડોક્ટર ખાલી પોસ્ટમોર્ટમ જ કરે છે.
•
પપ્પુએ તેના દાદાને કહ્યુંઃ દાદા, તમે કદી બદામ ખાઓ છો ખરા?
દાદાઃ ના કદી નહીં, મારા તો દાંત જ નથી તો.
પપ્પુઃ તો સારું, આ બદામ રાખો. હું સ્કૂલેથી છૂટીને પાછો આવું ત્યારે પાછી લઈ જઈશ.
•
બે આળસુ કાંબળો ઓઢીને ઊંઘતા હતા.
ત્યારે એક ચોર આવીને એક આળસુનો કાંબળો લઈને ભાગ્યો.
પહેલો આળસુ જોઈ ગયો અને પડ્યો પડ્યો બૂમો પાડવા લાગ્યોઃ ચોર, ચોર. પકડો...
બીજો આળસુ બોલ્યોઃ રહેવા દે યાર! જ્યારે ઓશિકા ચોરવા આવશે ત્યારે પકડશું.
•
પોપટલાલે એક દુકાનમાંથી એક સિલ્કી જરીવાળો ઝભ્ભો ખરીદ્યો. પણ ઘેર ગયા પછી બીજા દિવસે એ ઝભ્ભો પસંદ ન આવવાથી એ જ દુકાને ગયા અને દુકાનદાને કહ્યુંઃ ભાઈ આ ઝભ્ભો પાછો લઈ લો, મારે નથી રાખવો.
દુકાનદારઃ કેમ નથી રાખવો?
પોપટલાલઃ મને ગમતો નથી.
દુકાનદારઃ પણ અમે વેચેલી વસ્તુ પાછી લેતા નથી.
પોપટલાલઃ પણ તમારી દુકાનમાં બહાર તો બોર્ડ માર્યું છે કે પસંદ ન આવે તો પૈસા પાછા.
દુકાનદારઃ એ જ તો... તમારા પૈસા અને ખૂબ ગમ્યા છે એટલે પાછા ક્યાંથી આપીએ?
•
બંટીઃ પપ્પા મને ઢોલ અપાવી દો.
પપ્પાઃ ના. જો હું તને એ ઢોલ અપાવી દઈશ તો તું મને શાંતિથી ઊંઘવા પણ નહીં દે.
બંટીઃ પણ પપ્પા, તમે ઊંઘી જશો પછી હું ઢોલ વગાડીશ. બસ?