અંબાજીઃ અંબાજીમાં વિશ્વની સૌથી મોટી એકસઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ વ્યાસવાળી અગરબત્તી ૧૭મી ઓક્ટોબરે સાંજે ચાચરચોકમાં પ્રગટાવવામાં આવી હતી.
૩૦ વ્યક્તિઓએ ૧૦ દિવસની ૨૪ કલાકની કામગીરી કરીને બનાવેલી આ અગરબત્તી રઘુબીરા કાર્બન્સ પ્રા. લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ સુગંધીદાર અગરબત્તી બનાવવામાં ૫૫૦ કિલો ચારકોલ પાઉડર, ૧૫ કિલો જીગેટ પાઉડર સહિત પાંચ પ્રકારના સુગંધિત પદાર્થોનો ઉપયોગ થયો હતો અને મહાકાય અગરબત્તીનું વજન અંદાજિત બે હજાર કિલો જેટલું હતું.
આ ઉપરાંત નવરાત્રિના પાવન અવસરે અંબાજીના ચાચરચોકમાં જ ભક્તિભાવ સાથેની આરાધનાના રૂપમાં ભક્તોની ભીડ વચ્ચે ૨૫,૦૦૦ દીવડા સાથે ૧૮મી ઓક્ટોબરે મહાઆરતી થઈ હતી. અંબાજીના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલી આ મહાઆરતીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવાની શક્યતાઓ છે.