હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 21st October 2015 06:06 EDT
 

લેડી ટીચરઃ લોફર અને ઓફરમાં શું ફરક છે.
ચિંટુઃ સાવ સહેલું છે મેડમ, ‘I Love you’ જો છોકરો કહે તો તે લોફર કહેવાય અને છોકરી કહે તો ઓફર.

ત્રીજા ધોરણના છોકરાએ ટીચરને પૂછયુંઃ મેડમ આજે હું કેવો લાગું છું.
ટીચરઃ ખૂબ સુંદર.
છોકરોઃ તો હું મારા મમ્મી-પપ્પાને તમારા ઘરે મોકલું.
ટીચરઃ શા માટે?
છોકરોઃ વાત આગળ ચલાવવા માટે!
ટીચર (ગુસ્સે થઇને)ઃ આ શું બકવાસ કરે છે?
છોકરોઃ શું મેડમ તમે પણ! વોટ્સઅપ વાંચી વાંચીને ઊંધું ઊંધુ જ વિચારવા લાગ્યા છો.... હું તો ટ્યુશનનું નક્કી કરવાની વાત કરું છું...

છોકરો પરીક્ષા આપીને ઘરે આવ્યો એટલે મમ્મીએ પૂછયુંઃ બેટા પેપર કેવું હતું.
છોકરોઃ એકદમ પાતળું અને સફેદ રંગનું હતું. લીટીવાળું હતું.

છોકરાએ તેના પડોશમાં જઈને કહ્યુંઃ આન્ટી, મારી મમ્મીએ કહ્યું છે કે એક વાટકો ખાંડ આપો.
આન્ટીઃ હમણાં આપું બેટા, તારી મમ્મીએ બીજું શું કહ્યું છે?
છોકરોઃ એણે કહ્યું છે કે બાજુવાળી ચૂડેલ ન આપે તો સામેવાળી ડાકણને ત્યાંથી લઈ આવજે.

ચંદુ (કોર્ટમાં)ઃ જજ સાહેબ, મારે મારી પત્નીથી છૂટાછેડા લેવા છે. છેલ્લા બે મહિનાથી મારી સાથે કંઈ બોલતી નથી.
જજઃ ફરી એક વખત વિચાર કરી લે. આવી પત્ની વારંવાર ન મળી શકે.

ઘરે આવેલા છગનને ચા આવે એ પહેલાં ટેબલ ઉપર મૂકેલી ડીશમાંના કાજુ બતાવીને લલ્લુએ કહ્યું, ‘ચા આવે ત્યાં સુધી કાજુ લોને!’
‘ના બસ!’ લલ્લુ બોલ્યો, ‘મેં ત્રણ-ચાર તો ખાધા!’
‘ના, તમે ત્રણ-ચાર નહીં, પણ દસ બાર ખાધા.’ છગન બોલ્યો, ‘પણ હું આવું બધું ગણું એવો લોભિયો નથી.’

ગુજરાતી, મદ્રાસી અને સરદાર એક કન્સ્ટ્રક્શન સાઈટના ૨૦મા માળે કામ કરી રહ્યા હતા.
લંચટાઈમે બધાએ પોત-પોતાનું ટિફિન ખોલ્યું. ગુજ્જુ ટિફિનમાં ઢોકળા જોઈ બોલ્યો, ‘જો કાલે પણ ટિફિનમાં ઢોકળા હશે તો હું અહીંથી કૂદીને મરી જઈશ.’
મદ્રાસીએ પોતાનું ટિફિન ખોલ્યું, તેમાં ઈડલી-સાંભર જોઈ તે બોલ્યો, ‘જો કાલે પણ ટિફિનમાં ઈડલી-સાંભર હશે તો હું પણ કૂદી પડીશ.’
સરદારે પોતાનું ટિફિન ખોલ્યું અને તેમાં પરોઠા જોઈને તે બોલ્યો, ‘જો કાલે પણ ટિફિનમાં પરોઠા હશે તો હું પણ કૂદી પડીશ.’
બીજા દિવસે લંચ ટાઈમે બધાએ પોતાનું ટિફિન ખોલ્યું...
ગુજ્જુના ટિફિનમાં ઢોકળાં હતાં.. તે ઢોકળાં જોતા જ વીસમા માળેથી કૂદ્યો અને મરી ગયો..
મદ્રાસીએ તેનું ટિફિન ખોલ્યું, તેમાં ઈડલી-સાંભર હતા. તે પણ તેને જોઈ વીસમા માળેથી કૂદ્યો અને મરી ગયો..
સરદારે પોતાનું ટિફિન ખોલ્યું, તેમાં પરોઠા જોઈ તે પણ કૂદી ગયો અને મરી ગયો.
ત્રણેયના અંતિમ સંસ્કાર વખતે તેમની પત્નીઓ રડતી હતી... ગુજ્જુની પત્નીએ કહ્યું, ‘મને ખબર હોત કે તેમને ઢોકળાંથી આટલી નફરત છે તો હું કદી ન બનાવત.’
મદ્રાસીની પત્ની બોલી, 'તેમને ઈડલી જરાય નથી ભાવતી તે મને ખબર હોત તો હું કદી ન આપત.’
હવે બધાની નજર સરદારની પત્ની પર હતી...
સરદારની પત્નીએ બધાને કહ્યું, ‘મારી સામે આ રીતે ન જૂઓ, તે તો તેમનું ટિફિન જાતે જ બનાવતા હતા.'


comments powered by Disqus