સૂચના
ક્યારેય, કોઈપણ સંજોગોમાં, રાત્રે...
જુલાબ અને ઊંઘની ગોળી સાથે ના લેવી!
•
ડોક્ટરઃ રોજની કેટલી બીડી પીઓ છો કાકા?
કાકાઃ વીસ તો ખરી જ..
ડોક્ટરઃ જુઓ કાકા, હવે સારા થવું હોય તો આટલી બીડી નહીં પીવાની... હવેથી નિયમ લો કે માત્ર જમ્યા પછી એક બીડી પી લેવાની. બાકીની બધી બંધ....
થોડા દિવસ પછી કાકા આવ્યા ત્યારે તેમની તબિયત ઘણા સુધારા પર હતી.
ડોક્ટરે તપાસીને કહ્યુંઃ જોયુંને કાકા, તબિયત સુધરવા લાગીને?
કાકાઃ અરે ડોક્ટરસાહેબ, દિવસમાં આમ ૨૦-૨૦ વાર જમવાનું કામ પણ સહેલું નથી હોં...
•
પત્નીઃ બોલો આજે પુલાવ બનાવું કે બિરિયાની..?
પતિઃ એક કામ કર, તું પહેલાં બનાવી લે, આપણે નામ પછી રાખીએ.
•
પપ્પુઃ મારે જીવનમાં બહુ આગળ વધવું છે... શું કરું પપ્પા?
પપ્પાઃ સૌથી પહેલાં આ પથ્થર લે અને મોબાઈલના ભૂક્કા કરી નાખ. સોશિયલ સાઇટ્સનું ભૂત તારા મગજ પરથી ઉતરશે એટલે આપોઆપ પ્રગતિ થશે.
•
ભિખારણઃ ભાઈ પાંચ રૂપિયા આપોને. ત્રણ દિવસથી ભૂખી છું...
ભગોઃ ત્રણ દિવસથી ભૂખી છે તો પાંચ રૂપિયામાં શું કરીશ?
ભિખારણઃ વજન કરીશ અને જોઈશ કેટલી પાતળી થઈ.
•
સંતાઃ પાપા તમે એન્જિનિયર કેવી રીતે બન્યા?
બંતાઃ બેટા, તેના માટે બહુ મગજની જરૂર
પડે છે.
સંતાઃ હા પપ્પા, મને ખબર છે, એટલે જ તો મને નથી સમજાતું કે તમે એન્જિનિયર બન્યા કેવી રીતે?
•
ઈન્ટરવ્યુ લેનારે પૂછ્યુંઃ તારું નામ શું છે?
ઈન્ટરવ્યુ આપનારઃ વિજય દીનાનાથ ચૌહાણ.
ઈન્ટરવ્યુ લેનારઃ પણ તમે ફોર્મમાં તો પોતાનું નામ જિતેન્દ્ર શાહ લખ્યું છે.
ઈન્ટરવ્યુ આપનારઃ તો પછી પૂછો છો શા માટે?
•
પિતાઃ બેટા એક જમાનો હતો જ્યારે હું ૧૦ રૂપિયા લઈને બજાર જતો અને કરિયાણું, શાકભાજી, દૂધ બધું લઈ આવતો.
દીકરોઃ પિતાજી હવે જમાનો બદલાઈ ગયો છે. આજકાલ દરેક દુકાન ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે.
•
આર્મી ટ્રેનિંગ દરમિયાન ઓફિસરે બંતાને પૂછ્યુઃ હાથમાં શું છે?
બંતાઃ સર, બંદૂક છે...
ઓફિસરઃ બંદૂક નહીં, તારી ઈજ્જત છે, શાન છે, તારી મા છે મા...
પછી ઓફિસરે સિપાહી સંતાને પૂછ્યુંઃ ‘હાથમાં આ શું છે?’
સંતાઃ સર, આ બંતાની મા છે, તેની ઈજ્જત છે, તેની શાન છે અને અમારી તો માસી છે માસી...
•
સ્વામીજીને ચંદુએ પૂછ્યુંઃ એવી પત્નીને કેવી કહેવાય કે જે બહુ રૂપાળી, લાંબી, બુદ્ધિશાળી, પતિને સમજી શકે અને એની જોડે ઝઘડે નહીં.
સ્વામીજી ધીમેથી બોલ્યાઃ બેટા, એને મનનો વહેમ કહેવાય.
•
ચિંટુઃ ડોક્ટર અંકલ, લાગે છે કે હું આંધળો થઈ ગયો છું?
ડોક્ટરે તેની આંખો તપાસી અને બોલ્યોઃ ના, બેટા તારી આંખો એકદમ ઓકે છે.
ચિંટુઃ તો પછી આજના છાપામાં અમારી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે તેમાં મારો રોલ નંબર મને કેમ દેખાતો નહીં હોય?
