સુરતઃ સુરત એરપોર્ટ પરથી ૨૫મી ડિસેમ્બરથી ઇન્ડિયન એરલાઇન્સની ૭૦ સીટર ફલાઇટ સુરત- મુંબઈ વચ્ચે શરૂ થશે. સુરતમાં ૮ વર્ષથી એરપોર્ટ હોવા છતાં હાલ એક માત્ર સુરત- દિલ્હીની ફલાઇટ ચાલુ છે, હવે ૨૫ ડિસેમ્બરથી મુંબઈની ફલાઇટ ચાલુ થવાની સાથે બે ફલાઇટનો લાભ સુરતના લોકોને મળશે. આ પહેલાં સ્પાઇસ જેટની ફલાઇટ સુરત- મુંબઈ વચ્ચે ઉડતી હતી, પરંતુ બફેલો હિટને કારણે સ્પાઇસે સુરત એરપોર્ટ પરની સેવા બંધ કરી દીધી હતી. ઇન્ડિયન એરલાઇન્સની ૭૦ સીટર ફલાઇટ મુંબઈથી સવારે ૭-૩૦ વાગે ઉપડશે અને સુરતથી ૮-૨૫ વાગે મુંબઈ જવા રવાના થશે.

