હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 23rd September 2015 06:18 EDT
 

પતિઃ લગ્ન પહેલાં તો તું બહુ ઉપવાસ કરતી, હવે કેમ બંધ કરી દીધા.
પત્નીઃ બહુ તો કંઈ નહોતી કરતી, માત્ર ૧૬ સોમવાર કરતી.
પતિઃ હા તો એ કેમ બંધ કરી દીધા.
પત્નીઃ તમારી સાથે મારાં લગ્ન થઈ ગયાં એટલે હવે ઉપવાસ પરથી વિશ્વાસ જ ઊઠી ગયો.

એક મહિલાએ ભિખારીને પાંચ રૂપિયા આપ્યા.
ભિખારીઃ મેડમ, આ તો મારી સાથે સરાસર અન્યાય છે.
મહિલાઃ શું મતલબ છે તમારો?
ભિખારીઃ આ પહેલાના સિગ્નલ પરના ભિખારીને તો તમે ૧૦ રૂપિયા આપ્યા હતા.
મહિલાઃ તને કેમ ખબર?
ભિખારીઃ હમણાં જ તેણે વોટ્સએપ મેસેજ
કર્યો છે.

ગુરુજીઃ જેમને સ્વર્ગમાં જવું હોય તે બધા હાથ ઉપર કરે.
ચંદુની પત્ની અને સાસુ બન્નેએ હાથ ઉપર કર્યા.
આ જોઇને તરત જ ગુરુજીએ ચંદુને પૂછ્યુંઃ ‘કેમ તારે સ્વર્ગમાં નથી જવું?’
ચંદુઃ આ બન્ને ઉપર જાય પછી તો મારા માટે ધરતી પર સ્વર્ગ જ છેને...

પતિઃ એક મહિનાથી રોજેરોજ દૂધી જ ખવડાવે છે. હવે એક મહિના સુધી હું દૂધી નહીં ખાઉં.
પત્નીઃ આવું ક્યારેય દારૂ માટે કેમ નથી કહેતા?
પતિઃ સારું, કાલે પણ દૂધી જ બનાવજે.

જમાઈ ઉંમરમાં નાના હોવા છતાં સાસરીયાંમાં જાય એટલે બધા તેમને ‘તમે’ જ કહે.
કેમ?
કારણ કે ભારતીય પરંપરામાં આજે પણ શહીદોનાં નામ સન્માનથી જ લેવામાં આવે છે.

છોકરી (શરમાઈને)ઃ પે’લા ત્રણ જાદુઈ શબ્દો બોલોને...
છોકરોઃ આબરા કા ડાબરા...
છોકરી (ગુસ્સામાં)ઃ તું તો સિંગલ જ મરવાનો છે, યાદ રાખજે...

સંતાઃ કહે તો લેડીઝ ફર્સ્ટ કહેવાનું શરૂ કેવી રીતે થયું હશે?
બંતાઃ ખબર નહીં. તું જ કહી દે...
સંતાઃ એક વાર એક પ્રેમીયુગલે પહાડ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. છોકરો પહેલા કૂદી ગયો, પરંતુ છોકરી કૂદી નહીં. બસ ત્યારથી લેડીઝ ફર્સ્ટની પ્રથા શરૂ થઇ ગઇ.

ગગો: આજ હું ઘરે નહીં આવી શકું, ડાર્લિંગ.
પત્ની: કેમ...
ગગો: કોઇ ચોર ગાડીનું સ્ટિયરિંગ, બ્રેક, ગિયર બધું ચોરી ગયું છે... કલાક પછી ગગાએ ફરી પાછો પત્નીને ફોન કર્યો.
ગગો: હું હમણાં ઘરે પહોંચુ છું, ડાર્લિંગ. હું તો ભૂલથી ગાડીની પાછળની સીટ પર બેસી ગયો હતો.

પતિએ પત્નીને કહ્યું: હું એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યો છું. તેમાં લીડ હિરોઈનનો તારે જ ભજવવાનો છે.
પત્ની: લે, તારી ફિલ્મ હોય તો હું તો લીડ રોલ હું જ કરુંને, પણ મારે એમાં કરવાનું શું છે
પતિ: તારે ધીરે-ધીરે તળાવમાં ઉતરવાનું...
પત્ની (ઉત્સુકતાથી): અચ્છા, ફિલ્મનું નામ શું છે
પતિ: ગઈ ભેંસ પાણીમાં....

ભગો એક વાર ફ્લાઇટમાં ચેન્નાઈ જઈ રહ્યો હતો, ત્યાં એની બાજુની સીટમાં એક સુંદર મહિલા હતી.
ભગો: કયું પરફ્યુમ છે? મારે મારી પત્નીને ગિફ્ટ આપવી છે.
મહિલા: રહેવા દો, વગર ફોગટના કોઇ મવાલીને તમારી પત્ની સાથે વાત કરવાની તક મળી જશે.


comments powered by Disqus