લગ્નમાં બિચારો ડીજે મસ્ત ગાયન વગાડી રહ્યો હતો, પણ અમુક લોકો સાવ ઢંગધડા વિનાનું નાચી રહ્યા હતા. ડીજેએ ચીડાઈને એનાઉન્સ કર્યુંઃ
‘જેમને ડાન્સ કરતાં ના આવડતું હોય એ મહેરબાની કરીને ભેંસ ચરાવવા જાય....’
એક પતિએ તરત એની પત્નીને કહ્યું, ‘ચલ, ડાર્લિંગ જમી લઈએ!’
•
ક્યારેક ક્યારેક મનમાં સવાલ થાય છે કે ‘યાર, મોદી સાહેબ શું જીત્યા હતા?
ઈલેક્શન? કે પછી વર્લ્ડ ટુરનું પેકેજ?’
•આજના જમાનામાં સૌથી મોટી કુરબાની એ છે કે કોઈ પોતાનો ફોન ચાર્જિંગમાંથી કાઢીને તમારો ફોન લગાવવા દે.
•
એક શેઠાણીએ નોકરને કહ્યું ‘જો તું સરખું કામ નહીં કરે તો મારે બીજો નોકર લાવવો પડશે!’
નોકરે તરત વળતો જવાબ આપ્યો કે ‘તમારી વાત તો સાચી જ છે. મારા એકલાથી ઘરકામમાં પહોંચી વળાતું નથી. એક બીજો નોકર રાખી લો તો બંને મળી સારું કામ કરીશું.’
•
એક છોકરી કોલેજથી મોડી ઘરે આવી. મમ્મીએ પૂછ્યું ‘બેટા, કેમ આટલું મોડું થયું?
છોકરીએ જવાબ આપ્યો, ‘મમ્મી એક છોકરો પાછળ પડ્યો હતો!’
મમ્મી ફરીથી પ્રશ્ન પૂછ્યો ‘એમાં તને શું કામ મોડું થયું?’
છોકરીએ કહ્યું ‘એ છોકરો બહુ ધીમે ધીમે મારી પાછળ આવતો હતો.’
•
યુવતીએ પોતાના ફિયાન્સને SMS કર્યો...
‘આપણા લગ્ન શક્ય નથી, મારા લગ્ન બીજે નક્કી થયા છે.
યુવક આઘાતમાં સ્તબ્ધ!!
બે મિનિટે યુવકને યુવતીનો ફરી SMS આવ્યો.
સોરી... સોરી, અગાઉનો એસએમએસ ભૂલથી તમને મોકલી દીધો હતો.
•
કોઇ પત્રકારે રાહુલ ગાંધીને પૂછ્યું, 'રાહુલજી, આજકાલ આપ કિસાનોં સે ક્યું ઈતના મિલ રહે હો?'
રાહુલઃ ક્યુંકિ મૈં, કોંગ્રેસ ઔર પુરા દેશ આજ સમસ્યાઓં મેં ઘિરા હુઆ હૈ. ઔર મૈં ઈન સમસ્યાઓં કા હલ ઢુંઢના ચાલતા હું.
પત્રકારઃ મગર કૈસે?
રાહુલઃ મુઝે પતા હૈ, હર એક કિસાન કે પાસ ‘હલ’ હોતા હૈ!
•
સેલ્ફી લેવાની હદઃ
એક માણસ મરી ગયો અને એનો એક દોસ્ત તેની ચિતા પર એની જોડે સુઈ ગયો અને પછી સેલ્ફી સાથે ટ્વીટ કર્યુંઃ
‘મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ એટ સ્મશાન ઘાટ - ફીલિંગ સેડ...’
•