હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 25th March 2015 05:57 EDT
 

મંગુ ગાર્ડનમાં બેઠો હતો.
ચંગુઃ તું અહીં શું કરી રહ્યો છે?
મંગુઃ બદલો લઈ રહ્યો છું.
ચંગુઃ કોની સાથે?
મંગુઃ પહેલાં સમયે મને બરબાદ કર્યો, હવે હું સમયને બરબાદ કરી રહ્યો છું.

લલ્લુ પોતાની બિલાડીથી કંટાળીને એને પોતાના ઘરથી દૂર મૂકીને આવ્યો, પણ તે ઘરે પહોંચે એ પહેલાં જ બિલાડી પાછી આવી ગઈ હતી. બીજી વાર તે વધુ દૂર મૂકી આવ્યો તો પણ બિલાડી પાછી આવી ગઈ. એટલે ત્રીજી વાર તેણે નક્કી કર્યું કે તેને એટલા કોમ્પ્લીકેટેડ રસ્તામાં મૂકીને આવું કે એને ઘરે પાછા ફરવાનો રસ્તો જ ન મળે. આથી તે શહેરથી ખૂબ દૂર એક જંગલમાં બિલાડીને મૂકીને પાછો ફરતો હતો અને તેણે પત્નીને ફોન કરીને પૂછયું, ‘બિલાડી પાછી આવી ગઈ?’
પત્નીએ કહ્યું, ‘હા...’
લલ્લુઃ એને મોકલને અહીં, હું રસ્તો ભૂલી ગયો છું.

રમેશની વાઈફે રાત્રે ઊંઘમાંથી રમેશને જગાડ્યોને કહ્યુંઃ સાંભળો છો. ઊઠો જુઓ ઘરમાં ચોર આવ્યા છે.
રમેશઃ એની પાસે હથિયાર હશે તો?
પત્નીઃ અરે તમે ગભરાશો નહીં, તમારો વિમો છે, પણ ઘરમાં દાગીના છે તેનો નથી.

સાંજે ઓફિસેથી આવેલા પતિએ પત્નીને કહ્યુંઃ આજે સવાર સવારમાં કોનું મોં શી ખબર જોયું કે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું.
પત્નીઃ મેં તો તમને કેટલીય વાર કહ્યું છે કે આપણા બેડરૂમમાં લગાવેલો આયનો કઢાવી લો, નહીં તો રોજ આવી જ ફરિયાદ કરવી પડશે.

ઘણા દિવસોથી પતિ ઘરેથી ગાયબ હતો. જ્યારે પાછો આવ્યો તો પત્ની કહેઃ તમારા વિરહમાં હું તો માંદી પડી ગઈ હતી. હું મરી ગઈ હોત તો શું થાત?
પતિઃ અરે યાર, હું ક્યાં સ્મશાનની ચાવી જોડે લઈ ગયો હતો.

સંતા ડોક્ટર પાસે ગયો અને પોતાને પજવતી તકલીફની વાત કરતા બોલ્યોઃ સાહેબ, મને જમ્યા પછી ભૂખ નથી લાગતી, સૂઇને ઊઠ્યા પછી ઊંઘ નથી આવતી, કામ કરું તો થાકી જઉં છું. તો કંઈક ઈલાજ બતાવો.
ડોક્ટરઃ એક કામ કર આખી રાત તડકામાં બેસી રહેજે એટલે સારું થઈ જશે.

ટીચરઃ શાબાશ પપ્પુ, હું બહુ ખુશ છું કે તારું પરિણામ સારું આવ્યું. કાયમ આવું જ પરિણામ લાવજે.
પપ્પુઃ જી ટીચર, તમે પણ આપણી પરીક્ષાના બધા જ પેપર્સ મારા કાકાની પ્રિન્ટીંગ પ્રેસમાં જ છપાવજો.

સંતા તેના ભાઇબંધ બંતા જોડે પાર્ટી કરીને બહુ જ મોડો ઘરે પહોંચ્યો.
બીજા દિવસે બંતાએ પૂછ્યુંઃ તારી વાઈફે કંઈ કહ્યું તને?
સંતાઃ ના, કંઈ ખાસ નહીં. મારા આગળના બે દાંત તો આમેય મારે પડાવવાના જ હતા.

મમ્મી (ચંગુને)ઃ દીકરા, પતિ-પત્ની એક ગાડીના બે પૈડાં જેવા હોય છે. એક પણ ખરાબ થઈ જાય તો ગાડી આગળ જઈ શકતી નથી. તું સમજે છે ને કે હું તને શું કહેવા માંગું છું.
ચંગુઃ હા મમ્મી, હું સમજી ગયો. આવી પરિસ્થિતિ માટે હંમેશા એક સ્પેરવ્હિલ સાથે રાખવું જ જોઈએ.


comments powered by Disqus