જજ: મેં કેસનો અભ્યાસ કર્યો છે અને દર મહિને તમારી પત્નીને ભરણપોષણ માટે પ્રતિ માસ રૂ. ૨ લાખ આપવાનો નિર્ણય લીધો છે.
ઘનિયો: એ ખૂબ સારી વાત છે માનનીય ન્યાયાધીશ અને જ્યારે શક્ય હશે ત્યારે હું પણ મારા તરફથી થોડા પૈસા જરૂર આપીશ!
•
પતિ ભલે પત્ની માટે ગમેએટલા રૂપિયા ખર્ચી નાંખે...
પત્ની ‘થેન્ક યુ’ તો દુકાનદારને જ કહેવાની!
•
છગને હેર-કટિંગ સલુન ચાલુ કર્યું. મગન શેવિંગ માટે આવ્યો.
છગનઃ મૂછ રાખવાની છે?
મગનઃ હા.
છગનઃ (મૂછો કાપીને હાથમાં આપતાં) લે, જ્યાં રાખવી હોય ત્યાં રાખી દે!
•
હરિયાણાના તાઉજી રીક્ષામાંથી ઉતરીને ચાલતા થયા.
રિક્ષાવાળોઃ તાઉજી, પૈસે?
તાઉજીઃ અરે બાવલે, તુજ સે પૈસે લુંગા ક્યા?
•
ટીચરઃ એવો કયો છોડ છે જેનો રસ બહુ ગળ્યો હોય?
સ્ટુડન્ટઃ ખબર નથી, ટીચર.
ટીચરઃ યાદ કર, ખાંડ ક્યાંથી મળે છે?
સ્ટુડન્ટઃ પડોશીના ઘરેથી...
•
વરરાજાના હાથમાં નાળિયેર કેમ આપવામાં આવે છે?
જવાબઃ એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે.
•
મૂવી ડિરેક્ટરઃ હવે તારે આ સીનમાં ૧૫મા માળેથી કૂદવાનું છે.
નવોદિત એક્ટર (ગભરાઇ જઇને)ઃ પણ સર, જો મને કઈ થઈ ગયું તો?
ડિરેક્ટરઃ અરે ચિંતા ના કર, આ મૂવીનો છેલ્લો સીન જ છે.
•
શિક્ષકઃ જ્યાં ખૂબ વરસાદ પડે છે ત્યાં કઈ વસ્તુ વધારે પેદા થાય છે.
વિદ્યાર્થીઃ જી, કીચડ.
•
શેઠાણી લીલી નવી નોકરાણી ચંપાને કહી રહી હતી, ‘જો અમે સવારના દરરોજ બરાબર આઠ વાગ્યા સુધીમાં ચા-પાણી, નાસ્તો કરી લઈએ છીએ.’
‘ભલે!’ નોકરાણી ચંપાએ જવાબ આપ્યો, ‘હું એ પહેલાં પહોંચવાનો પ્રયત્ન કરીશ, પણ જે દિવસે ન પહોંચું એ દિવસે મારો નાસ્તો ચા-પાણી ઢાંકીને રાખી દેજો.’
•
પતિ તેનું મેરેજ સર્ટિફિકિટ ખૂબ ધારી ધારીને જોતો હતો.
પત્નીઃ એક કલાકથી શું જુઓ છો?
પતિઃ જોઈ રહ્યો છું કે આમાં એક્સપાયરી
ડેટ ક્યાં લખે છે? એ લોકોએ મેરેજ તો
રજીસ્ટર કરી લીધા, પણ એક્સપાયરી ડેટ તો લખી જ નથી.
•
ચિન્કી બારી પાસે બેઠી ગાતી હતીઃ કબૂતર જા જા જા, કબૂતર જા... હો. પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી સાજન કો દે આ... મમ્મીએ તરત જ દોડતાં આવીને પૂછ્યુંઃ ‘બેટા, શું થયું વોટ્સએપ બંધ થઈ ગયું છે?’
•
મમ્મીઃ જુઓ આજે જે પણ આખો દિવસ મારું કહ્યું કરશે, હું સાજે તેની પસંદગીની ડિશ બનાવીશ.
પુત્રઃ ઓહ...હો પછી તો આજે સાંજે ચોક્કસ જ પપ્પાની પસંદગીના ઢોકળાં જ ખાવા પડશે.