રમેશઃ અરે યાર મારી વાઈફ દરરોજ મારી જોડે બહુ ઝઘડે છે અને પછી તેના પિયર જતી રહે છે.
સુરેશઃ દોસ્ત, તું તો નસીબદાર કહેવાય. કેમ કે મારી વાઈફ તો મારી જોડે ઝઘડે છે અને પછી તરત તેના પિયરીયાને મારા ઘરે બોલાવી લે છે.
•
પપ્પુએ તેની મમ્મીને કહ્યુંઃ મમ્મી, પપ્પા બહુ ભોળા છે.
મમ્મીઃ ના હોય. કઈ રીતે?
પપ્પુઃ પપ્પા જ્યારે કોઈ સુંદર યુવતી સામે જુએ છે ત્યારે તેમની એક આંખ બંધ કરી લે છે.
•
પપ્પુ છાલ ઉતાર્યા વગર આખું કેળું ખાતો હતો તો તેના દોસ્તે આવી કહ્યું, ‘અલ્યા છાલ તો કાઢ.’
પપ્પુઃ ઓયે, છાલ કાઢવાની જરૂર નથી. મને તો ખબર છે એની અંદર શું છે...
•
સન્તા નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા ગયો. એ સિલેક્ટ થઈ ગયો. માલિકે કીધું, ‘કોંગ્રેચ્યુલેશન. આપ કી સેલેરી ૬૦૦૦ હોગી. ઓર અગલે સાલ ૭૦૦૦ હો જાયેગી.’
સન્તાઃ ઠીક હૈ, ફિર મેં અગલે સાલ હી આઉંગા.
•
ચંપાઃ મેં તારા માટે ઘણી મહેનત કરીને ગાજરનો હલવો બનાવ્યો છે અને તું તો એનાં જરાય વખાણ જ નથી કરતો.
ચંગુઃ મેં પણ ખૂબ મહેનત કરીને એ હલવો ખાધો છે એ તું કેમ સમજી નથી શકતી?
•
ચંપાઃ મને ફિલ્મમાં રોલ મળ્યો.
ચંગુઃ બહુ સરસ.
ચંપાઃ જોકે મને ચિંતા થાય છે કે મારી ફિલ્મ ચાલશે તો ખરીને?
ચંગુઃ ચોક્કસ ચાલશે. હમણાં જમાનો જ હોરર ફિલ્મોનો છે.
•
મનુઃ મારો ભાઈ એટલો મોટા ચિત્રકાર છે કે તેણે એક વખત બરફનું એવું સરસ આબેહૂબ ચિત્ર બનાવ્યું કે બપોરે તો જાણે તેમાંથી પાણી ટપકતું હોય તેવું લાગે...
રાજુઃ બસ? અલ્યા મારા પિતાજીએ તો એક માણસનું એવું આબેહૂબ ચિત્ર બનાવ્યું કે દર ત્રીજા દિવસે એ માણસની દાઢી કરવી પડતી હતી.
•
ભગોઃ સર, હું છેલ્લા ૧૫ વર્ષથી તમારી દીકરીને પ્રેમ કરું છું.
યુવતીના પિતાઃ તો હવે શું કરવું છે તારે?
ભગોઃ તમારી છોકરી સાથે લગ્ન કરવા છે.
યુવતીના પિતાઃ તો ઠીક, મને તો લાગ્યું તું હવે પેન્શન માગીશ.
•
પત્નીઃ હું કેટલી ડાહી કહેવાઉં, તમને જોયો નહોતા તો પણ તમારી સાથે લગ્ન કરી લીધા.
પતિઃ ચલ જા હવે, તારા કરતાં તો હું વધારે ડાહ્યો કહેવાઉં, તને જોયેલી હતી, તો પણ... તારી સાથે લગ્ન કર્યાં.
•
ચોમાસાની શરૂઆત જૂનથી જ કેમ થાય છે... કારણ કે મોટા ભાગે પત્નીઓ જૂનમાં જ પિયરથી વેકેશન કરી પાછી સાસરે આવતી હોય છે, જેના કારણે આગામી પરિસ્થિતિ વિચારી આસમાન પણ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડે છે.
•
પત્નીઃ આખી દુનિયામાં શોધવા જશો ને તો યે મારા જેવી ક્યાંય નહીં મળે તમને...
પતિઃ તને શું લાગે છે, હું હજી પણ તારા જેવી બીજી શોધવા જવાનો, હદ છે આ તો હોં!
•
હવાલદાર (ગભરાટમાં)ઃ સાહેબ, સાહેબ... કાલે રાત્રે આપણે જેલમાં બધા કેદીઓએ ભેગા થઈને રામાયણનું નાટક ભજવ્યું હતું...
જેલરઃ હા, આ તો બહુ સારી વાત કહેવાય. એમાં આટલો રઘવાયો શું કામ થાય છે?
હવાલદારઃ ચિંતાની વાત એ છે કે સાહેબ જે કેદી હનુમાન બન્યો હતો એ હજુ સુધી સંજીવની લઈને પાછો નથી આવ્યો.