વિહંગાવલોકન - ૨૦૧૪ઃ ભારત

મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડમાં ચૂંટણી, ભાજપને સત્તા

Wednesday 31st December 2014 08:32 EST
 

• ડોન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનું મુંબઇમાં મોત
• બોલિવૂડ અભિનેત્રી જિયા ખાનના રહસ્યમય મોતની તપાસ સીબીઆઇને સોંપાઇ
• ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી શાહરુખખાનનું સન્માન
• ગોવાના રાજ્યપાલ બી. વી. વાંચુનું રાજીનામું
• શરિયત કોર્ટ અને ફતવા ગેરકાયદેઃ સુપ્રીમ કોર્ટ
• નાણા પ્રધાન અરુણ જેટલીએ મોદી સરકારનું પ્રથમ બજેટ રજૂ કર્યું
• ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે અમિત શાહની વરણી
• ૧૦૨ વર્ષીય પીઢ અભિનેત્રી ઝોહરા સેહગલનું અવસાન
• રેડિયો બીજિંગના પૂર્વ હિન્દી એનાઉન્સર શ્યામા વલ્લભ (૭૬)નું નિધન
ઓગસ્ટ
• બિહારમાં પૂરને લીધે અંદાજે ૭૦ હજાર લોકોનું સ્થળાંતર
• બાંગ્લાદેશની જાણીતા લેખિકા તસ્લિમા નસરીનના રેસિડેન્શિયલ વિઝા ભારત સરકારે મંજૂર કર્યા
• મિઝોરમના રાજ્યપાલ પદેથી ડો. કમલા બેનિવાલની હકાલપટ્ટી
• ‘ચાચા ચૌધરી’ કાર્ટુન પાત્રના સર્જક અને જાણીતા કાર્ટુનિસ્ટ પ્રાણકુમાર શર્મા (૭૫)નું દિલ્હીમાં નિધન
• ૬૮મા સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાન મોદીની હાકલઃ આવો, નવ ભારતનું નિર્માણ કરીએ
• વડા પ્રધાન મોદી જાપાનના પ્રવાસે, જાપાન ભારતમાં રૂ. બે લાખ કરોડનું રોકાણ કરશે
સપ્ટેમ્બર
• જમ્મુ-કાશ્મીરમાં વિનાશકારી જળપ્રલય, ૨૫૦થી વધુ લોકોના મોત
• સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ પી. સદાશિવમની કેરળના રાજ્યપાલ પદે નિમણૂક
• ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબોટ ભારતની ત્રણ દિવસની મુલાકાતે
• નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી સેક્સ રેકેટમાં પકડાઇ
• મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના અને કોંગ્રેસ-નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી વચ્ચે જોડાણનો અંત
• જાણીતા શિક્ષણશાસ્ત્રી કિરીટ જોશી (૮૩)નું પુંડુચેરીમાં કેન્સરને કારણે નિધન
• ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સીરીયલે ૧૫૦૦ એપિસોડ પૂર્ણ કર્યા
• મુંબઇવાસી નરુલા બ્રધર્સે રિયાલીટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં સાત કરોડ જીતી લીધા
• ભ્રષ્ટાચારના કેસમાં તામિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિતા જેલમાં, રૂ. ૧૦૦ કરોડનો દંડ
• ભારતને અંતરિક્ષમાં ભવ્ય સફળતાઃ ઇસરોના માર્સ ઓર્બિટર મિશનને મંગળની કક્ષામાં પ્રવેશ કરાવવામાં પ્રથમ પ્રયાસે જ સફળતા
ઓક્ટોબર
• આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં કર્ણાટક હાઇ કોર્ટે તામિલનાડુના પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાની જામીન અરજી ફગાવી
• ૨૦૧૪નું નોબેલ શાંતિ પુરસ્કાર ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફઝઇને સંયુક્તરૂપે જાહેર
• વાવાઝોડાથી આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ૨૪ લોકોના મોત
• શિક્ષક ભરતી કૌભાંડમાં હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન અને ઇન્ડિયન નેશનલ લોકદળના વડા ઓમપ્રકાશ ચૌટાલાને ફરીથી તિહાર જેલમાં મોકલાયા
• મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પુત્રી ઇશા રિલાયન્સ ગ્રૂપમાં ડિરેક્ટર પદે જોડાયા
• મહારાષ્ટ્ર-હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો, મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન પદે દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણામાં મોહનલાલ ખટ્ટરને સુકાન સોંપાયું
• કાળાં નાણાં મુદ્દે એક ગુજરાતી સહિત ત્રણ લોકોનાં નામ જાહેર
• જમ્મુ-કાશ્મીર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
નવેમ્બર
• પીઢ અભિનેતા સદાશિવ અમરાપૂરકર (૬૪)નું નિધન
• અંતે દિલ્હી વિધાનસભાને ભંગ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી
• પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનું જાપાનના સૌથી સર્વોચ્ચ એવોર્ડથી સન્માન
• કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૧૯૮૪ના શીખ રમખાણ પીડિતોના પરિજનોને રૂ. પાંચ-પાંચ લાખનું વળતર મળશે
• કેન્દ્ર સરકારે સ્વિસ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા ૬૨૭ ભારતીયોની યાદી સુપ્રીમ કોર્ટમાં સુપરત કરી
• કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ પ્રધાન મંડળનું વિસ્તરણ, ૨૧ નવા પ્રધાનો સમાવેશ
• મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય નીતેશ રાણેનું વિવાદાસ્પદ નિવેદન ‘મુંબઇમાંથી ગુજરાતીઓનો સફાયો કરવો છે’
• કાશ્મીરમાં કોંગ્રેસના નેતા રાજવી કર્ણસિંહના પૂત્ર અજાતશત્રુસિંહ ભાજપમાં જોડાયા
• ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર નવા સંરક્ષણ પ્રધાન બન્યા, લક્ષ્મીકાંત પાર્સેકર નવા મુખ્ય પ્રધાન
• નરેન્દ્ર મોદી મ્યાનમાર, ઓસ્ટ્રેલિયા અને ફિજીની દસ દિવસની મુલાકાતે રવાના
• જાણીતા આર્ટ ડાયરેક્ટર છેલભાઇ વાયડા (૭૯)નું મુંબઇમાં નિધન
• મહાભારત સીરિયલના દિગ્દર્શક રવિ ચોપરા (૬૮)નું નિધન
• તામિલનાડુનાં પૂર્વ મુખ્ય પ્રધાન જે. જયલલિતાને દસ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવાયાં
• હરિયાણાના વિવાદાસ્પદ સંત રામપાલની ધરપકડ
ડિસેમ્બર
• હાસ્ય અભિનેતા દેવેન વર્મા (૭૮)નું મુંબઇમાં હાર્ટએટેકથી મૃત્યુ
• ભજનકાર અનુપ જલોટાનાં પત્ની મેધા (૫૯)નું અમેરિકામાં અવસાન
• ભારત સરકાર દ્વાર ૪૩ દેશો માટે ઇ-વિઝા સુવિધા શરૂ
• ભારતની સૌથી જૂની કાનૂની પેઢી અમરચંદ એન્ડ મંગલદાસ એન્ડ કંપનીના વારસદારો વચ્ચે સંપત્તિ માટે કાનૂની જંગ
• કથ્થક નૃત્યાંગના સિતારા દેવી (૯૪)નું મુંબઇમાં નિધન
• જમ્મુ-કાશ્મીરમાં ત્રિશુંક વિધાનસભા રચાઇ, ઝારખંડમાં ભાજપને બહુમતી-રઘુવરદાસ નવા મુખ્ય પ્રધાન


comments powered by Disqus