સંતાઃ લાગે છે તને આ પુસ્તક ખૂબ પસંદ આવ્યું છે, એટલે જ તો વારંવાર લાઈબ્રેરીથી લઈ જાય છે.
બંતાઃ ના, ના, યાર. જ્યારે પહેલી વાર લઈ ગયો હતો ત્યારે એમાંથી ૫૦૦ રૂપિયાની નોટ નીકળી હતી. વિચારું છું કે કદાચ ફરી મળી જાય.
•
દર્દીઃ ડોક્ટરસાહેબ ઘણો સમય થઈ ગયો સારવાર કરાવતા કરાવતા, પણ હજુ બીમારી ઠીક થતી જ નથી.
ડોક્ટરઃ તમારે તમારા વિચારો બદલવાની જરૂર છે. બીમારી મટી ગઈ છે એવું મનમાં જ વિચારો એટલે તબિયત સારી થઈ જ જશે.
આ સાંભળીને દર્દી ઊભો થઈ ચાલવા લાગ્યો.
ડોક્ટરઃ અરે... મારી ફી....
દર્દીઃ તમે પણ મનમાં વિચારી લો કે ફી મળી
ગઈ છે.
•
શું તમારી ગર્લફ્રેન્ડમાં આ બધું છે?
- જલતું બદન
- નશીલી આંખે
- કંપકંપતા હોઠ
- થરથરતી કાયા
.... જો હોય તો ફટાફટ ડોક્ટરને બતાડો, આ બધાં ડેન્ગ્યુના લક્ષણો છે.
•
બાબાજી (ખુશ થઈને)ઃ માગ... માગ તને શું આપું?
છોકરોઃ બસ, એક ખુબસુરત પત્ની!
બાબાજીઃ જો તું હિન્દુ હોઈશ તો સોનાક્ષી મળશે, મુસ્લિમ હશે તો કેટરિના કૈફ, શીખ હશે તો અનુષ્કા અને ખ્રિસ્તી હશે તો જેનેલિયા... બોલ તારું શું નામ છે બચ્ચા?
છોકરોઃ મોહમ્મદ વિજય સિંહ ફર્નાન્ડીસ
બાબાજીઃ (ચેલાને) આને રાધેમા આપી દે! બેટો વધારે હોંશિયારી બતાડે છે.
•
આ કળિયુગમાં યુવાનોમાં એટલા બધા સંસ્કારો આવી ગયા છે કે લગ્નમાં છોકરીની વિદાય વખતે મા-બાપ રડે છે એનાં કરતાં આખા વિસ્તારના છોકરાઓ વધારે જોરથી રડતાં હોય છે.
•
ઉમ્રે દરાજ માંગ કે
લાયે થે ચાર દિન....
દો ફેસબુક મેં કટ ગયે
દો વોટ્સ-એપ મેં!
- બહાદુર શાહ ‘ડફર’
•
છગનઃ જો તારી પ્રેમિકા ખૂબ સુંદર, સમજદાર, કેરિંગ હોય, જરા પણ ઇર્ષાળુ ના હોય અને રસોઈ પણ બહુ જ સરસ બનાવતી હોય તો તું તેને કયા નામે બોલાવે...
મગનઃ અફવા.
•
ભારતમાં માત્ર ૧ ટકા સ્ત્રીઓ જ ક્રિકેટ, બેડમિન્ટન, હોકી જેવી આઉટડોર રમતો રમે છે....
બાકીની ૯૯ ટકા સ્ત્રીઓ તો પત્ની બની પતિના જીવન સાથે જ રમ છે.
•
જજ (અદાલતમાં)ઃ કોણ જાણે કેમ પણ મને એવું લાગે છે કે મેં તારો ચહેરો ક્યાંક જોયેલો છે...
આરોપીઃ હુજુર, હું મુન્નીબાઈના કોઠા પર તબલાં વગાડું છું...
•
મોદીજીને કહા, ઉન્હોં ને હિન્દી ચાય બેચતે હુએ સીખી...
લો, ઉસ મેં કૌન સી બડી બાત હૈ ?
આધે સે જ્યાદા હિન્દુસ્તાનીઓને ઇંગ્લીશ દારૂ પીતે હુએ સીખી હૈ!
•
પતિએ માને કહ્યુંઃ આજે ફરીથી ભીંડાનું શાક?
માઃ નખરા મારી જોડે નહીં, તારી બૈરી જોડે કર.
પતિઃ સારું લાવ ખાઈ લઉં.
બીજા દિવસે પતિએ પત્નીનેઃ આ શું? આજે વળી પાછું ભીંડાનું શાક?
પત્નીઃ આટલા નાટક તમારી મા જોડે તો કદી કરતા નથી.
પતિઃ સારું લાવ ખાઈ લઉં.
•