હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 28th October 2015 06:37 EDT
 

ભિખારણઃ ભાઈ પાંચ રૂપિયા આપોને, ત્રણ દિવસથી ભૂખી છું.
ભગોઃ ત્રણ દિવસથી ભૂખી છે તો પાંચ રૂપિયામાં શું કરીશ.
ભિખારણઃ વજન કરીશ અને જોઈશ કેટલી પાતળી થઈ.

આ તો જસ્ટ એક વિચાર આવે છે કે જો સાહિત્યને લગતા પુરસ્કાર પાછો આપો તો એ વધતી જતી ‘અ-સહિષ્ણુતા’ અને ‘અભિવ્યક્તિ’ની છિનવાતી ‘સ્વતંત્રતા’ સામે વિરોધ ગણાય છે...
તો યાર, મેરેજ સર્ટિફીકેટ પાછું ના આપી શકાય?
વધતા જતા ‘જુલમ’ અને ઘટતી જતી ‘સ્વતંત્રતા’ના વિરોધમાં?

છોકરીઃ (ફોનમાં) જાનુ, ઘરમાં મમ્મી-પપ્પા નથી. આવી જા ને! કંઈ એકસાઇટીંગ કરીશું....
છોકરોઃ બસ રહેવા દે હોં? લાસ્ટ ટાઇમ તેં મને આ જ રીતે બોલાવીને તારું આખું લેપટોપ ફરીથી ફોર્મેટ કરાવેલું...

જો મહાભારતના જમાનામાં વોટ્સએપ હોત તો લખી રાખો સાહેબો....
એકલવ્ય મરી જાત, પણ એનો અંગૂઠો કદી ના કાપી આપત!

દિવાલી કે રોકેટ કો દેખકર
યે એહસાસ હોતા હૈ....
અગર જીવન મેં
ઊંચાઇયોં કો છૂના હૈ....
...તો
‘બોતલ’ કા સહારા
લેના હી પડેગા!

છગન વાળ કપાવવા લલ્લુની દુકાને ગયો અને ખુરશીમાં બેઠો એટલે લલ્લુએ પૂછ્યું, ‘વાળ નાના કરવા છે?’
છગન બોલ્યો, ‘કેમ વાળ મોટા પણ થઈ શકે છે?’

પોતાના દાદીને ભગવદ્દ ગીતાના પાઠ કરતા જોઈ પપ્પુએ એની મમ્મીને પૂછ્યુંઃ ‘મમ્મી, દાદી કઈ પરીક્ષાની તૈયારી કરે છે?’
મમ્મી ધીમેથી બોલીઃ ‘બેટા, એ ફાઇનલ એક્ઝામની તૈયારી કરી રહ્યાં છે.’

નવા ગ્રાહકે કહ્યુંઃ મને જે ચા આપી છે તેમાં મરેલી માખી પડી છે.
સંતાઃ તો હું શું કરું? હું હોટેલ ચલાવું કે એને તરવાનું શીખવાડું?’

છોકરોઃ ‘તું શું કરે છે?’
છોકરીઃ ‘પાયલોટ છું’
છોકરોઃ વાહ... બહુ સરસ. શું ઊડાડે છે તું?
છોકરીઃ મારા બોયફ્રેન્ડના રૂપિયા.

કર્મચારીઃ સર, શર્ટ બહુ સરસ લાગે છે.
બોસઃ જો ભાઈ, ગમે તેટલી બટર પોલિશ કરીશ પણ, રજા તો નહીં જ મળે.
કર્મચારીઃ પણ સર મેં એમ ક્યાં કહ્યું કે, તમે સરસ લાગો છો મેં તો એમ કહ્યું કે શર્ટ સરસ લાગે છે, બાકી તમે તો પહેલાં જેવા ખડુસ જ લાગો છો.

પતિ (ફોન પર)ઃ તું બહુ જ સુંદર લાગે છે.
પત્નીઃ થેંક્સ ડિયર.
પતિઃ તું એકદમ રાજકુમારી જેવી જ
લાગે છે.
પત્નીઃ થેંક્યુ સો મચ ડિયર. અત્યારે તું શું કરે છે. ડાર્લિંગ.
પતિઃ મજાક.

ધારો કે આજના જમાનામાં રાવણ આવીને તમારી પત્નીને લઈ જાય....
... તો શું તમે હજી એને ‘રાક્ષસ’ ગણશો?


comments powered by Disqus