એરેન્જ્ડ મેરેજ એટલે - તમે ચાલતા હો અને અચાનક નાગ દંશ મારે....
અને લવ મેરેજ એટલે - કોબ્રાને શોધીને એની સામે નાચીને તેને કહીએ
આવ અને મને દંશ માર...
•
કોઈ ચાઈનીઝ લડકી અગર તુમ્હારા મન ચૂરા કર લે જાય તો ઉસકો ક્યા કહેંગે?
- મન્ચુરીયન!
•
પતિઃ અરે સાંભળ, મારી છાતીમાં અચાનક દુઃખાવો થવા લાગ્યો છે. જલ્દી એમ્બ્યુલન્સમાં ફોન કર ને.
પત્નીઃ હા, હા, હમણાં જ લગાવું છું. મારા મોબાઇલમાં બેલેન્સ ખતમ થઇ ગયું છે, તમારા મોબાઈલનો પાસવર્ડ બોલો તો...
પતિઃ રહેવા દે, સારું લાગે છે...
•
એક દિવસ યમલોકમાં અજબ ઘટના
બની. યમરાજા શાંતિથી બેઠા હતા ત્યાં યમલોકના દરવાજે ટકોરા પડયા. યમરાજાએ જઈને દરવાજો ખોલ્યો તો પૃથ્વીલોકના એક માણસને ત્યાં ઊભેલો જોયો.
યમરાજા કંઈ પૂછવા માટે હજી મોં ખોલે ત્યાં તો એ માણસ ગાયબ થઈ ગયો!
યમરાજા પાછા અંદર જવા જતા હતા ત્યાં દરવાજે ફરી ટકોરા પડયા. યમરાજે ફરી દરવાજો ખોલ્યો. ફરી એ જ માણસ સામે ઊભો હતો!
યમરાજ ફરી કંઈ પૂછે એ પહેલાં પેલો માણસ ફરી ગાયબ થઈ ગયો!
આવું ત્રણ-ચાર વાર થયું એટલે યમરાજા દરવાજે જ ઊભા રહ્યા. જેવો પેલો માણસ દેખાયો કે તરત એને પકડી લીધો. ‘એય! આ શું આવન-જાવન માંડી છે? મારી જોડે મસ્તી કરે છે?’
પેલો માણસ બહુ નમ્રતાથી કહેવા લાગ્યો, ‘'યમરાજ, તમારી જોડે પૃથ્વીલોકની હોસ્પિટલના ડોક્ટરો મસ્તી કરી રહ્યા છે. એમણે મને વેન્ટીલેટર પર મુક્યો છે!’
•
એક નેતાએ ચૂંટણીમાં ડિપોઝીટ ગુમાવી.
તે રસ્તામાંથી પસાર થતો હતો.
જ્યોતિષી ચંગુએ હાક મારી તેને બોલાવ્યોઃ આવો તમારો હાથ જોઈ આપું.
નેતાઃ હાથ શું જોશો? હું ચૂંટણીમાં હારી ગયો છું. અને હવે તો એમ થાય છે કે આપઘાત કરું.
ચંગુઃ એમાં પણ સફળ થશો કે કેમ એ હું જોઈ આપું. લાવો હાથ.
•
ચમન ઈન્કમટેક્સ ઓફિસમાં ગયો અને એટલે અધિકારી બોલ્યોઃ બોલો, આપની શી સેવા કરું?
ચમનઃ સેવા તો નથી, પણ મને થયું કે જેના માટે હું કમાઉં છું એવા ઓફિસરોના દર્શન કરીને પાવન થાઉં એટલે અહીં આવ્યો છું.
•
એક માણસે પોલીસ-સ્ટેશનમાં ફોન કર્યો કે મારી પત્ની ખોવાઈ ગઈ છે.
ઓફિસરઃ ક્યારથી?
માણસઃ ૧ મહિનો થઈ ગયો.
ઓફિસરઃ પણ તમે રિપોર્ટ લખાવવામાં આટલું મોડું કેમ કર્યું?
માણસઃ ગઈ કાલ સુધી તો હું એવું વિચારતો રહ્યો હતો કે આ એક સુંદર સપનું છે, પરંતુ જ્યારે મને પહેરવા માટે સ્વચ્છ કપડાં મળવાનાં બંધ થઈ ગયાં તો મને હકીકતનો અહેસાસ થયો.
•
છગનઃ અરે મગન ઊઠ, ધરતીકંપ આવ્યો છે. આખું ઘર હલે છે. ક્યારેય પડી જશે.
મગનઃ તારે શું છે. તું સૂઈ જાને. ઘર પડશે તો મકાનમાલિકનું પડશે.