એક અમેરિકન ભારતમાં ફરવા આવ્યો. ચંગુકાકા સામે તે પોતાના દેશની મોટી-મોટી ડંફાસો હાંકી રહ્યો હતો. ખૂબ કંટ્રોલ કર્યા પછી પણ તેની ડંફાસો બંધ ન થઈ એટલે ચંગુકાકાએ તેને બરાબર સાણસામાં લેવાનું વિચાર્યું. એવામાં તેણે કહ્યુંઃ તમે ભારતીયો આટલા જુદા-જુદા રંગના કેમ હો છો? અમને અમેરિકનોને જુઓ. બધા કેટલા ગોરા છે.
ચંગુકાકાઃ એ તો એવું છે ભલા માણસ કે ઘોડાઓને ભાત-ભાતના રંગો હોય, ગધેડાઓ જ બધા એક રંગના અને ગોરા હોય.
•
ચંગુઃ તમે કોઈની ભૂલને માટે તેને અભિનંદન ક્યારે આપો છો?
મંગુઃ તેનાં લગ્ન વખતે.
•
પત્નીઓનું રાષ્ટ્રગીતઃ
હસબન્ડ હમારા ઐસા હો,
પોકેટમેં જીસકે પૈસા હો,
લંબી ઉસકી હાઇટ હો,
ગુસ્સે કા વો લાઇટ હો,
જબ સાસ સે મેરી ફાઇટ હો,
વો કહે, જાનું... તુમ હી રાઇટ હો...
•
શિક્ષક છગન ક્લાસમાં કહી રહ્યા હતો, ‘દરેક કામને સફળ બનાવવા માટે મહેનત કરવી જોઈએ... તો કામ સફળ થાય છે.’
લલ્લુએ આંગળ ઊંચી કરીને કહ્યું, ‘સાહેબ, એક હાથમાં બે તરબૂચ ઊપાડી બતાવો.’
•
મમ્મીઃ બેટા, તું તારા લાંબા વાળ કેમ કપાવતો નથી?
દીકરોઃ મમ્મી, આ લેટેસ્ટ ફેશન છે.
મમ્મીઃ અરે, છોકરાવાળા તારી બહેનને જોવા આવ્યા હતા અને તે વળી તને પસંદ કરીને જતા રહ્યા.
•
પતિએ પત્નીને પૂછ્યુંઃ તું ક્યાં ગાયબ હતી ત્રણ કલાકથી?
પત્નીઃ હું મોલમાં શોપિંગ કરવા ગઈ હતી.
પતિઃ ઓકે, શું લીધું ત્યાંથી?
પત્નીઃ બસ એક જોડી સેન્ડલ અને બાકી ૩૦થી ૩૫ સેલ્ફી!
•
રમેશ અને સુરેશ ટેક્સી સ્ટેન્ડ પર બેઠા હતા.
ત્યાં એક ફોરેનર આવ્યો. બંનેને અંગ્રેજીમાં એડ્રેસ પૂછ્યું.
બંનેને ખબર ના પડી એટલે ચૂપ રહ્યા.
ફોરેનર સમજી ગયો કે બંનેને અંગ્રેજી નથી આવડતું એટલે એને બીજી ભાષા સ્પેનિશ, રશિયન, ફ્રેન્ચ એમ ત્રણ વખત પૂછ્યું. તો પણ પેલા બંને ચૂપ રહ્યા. પછી કંટાળીને ફોરેનર ત્યાંથી જતો રહ્યો.
પછી રમેશે સુરેશને કહ્યું, ‘યાર, આપણે આપણી ભાષા સિવાય બીજી પણ શીખવી જોઈએ. આપણને ભવિષ્યમાં કામ લાગે.
સુરેશે એક લાફો ઠોકી કહ્યુંઃ ‘પેલા ફોરેનરને ચાર-ચાર ભાષા આવડતી હતી તો પણ તેને એકેય કામ આવી?’
•
લગ્ન મંડપમાં વરરાજાએ પંડિતને પૂછ્યુંઃ મહારાજ, દુલ્હનને મારી કઈ બાજુ પર બેસવાનું છે? જમણે કે ડાબે?
મહારાજઃ તને જ્યાં ઠીક લાગે તેમ બેસાડ પછી તો આમેય તારા માથા પર જ બેસવાની છે.
•
પત્ની ફોન પર પતિનેઃ ‘મારી પાસે એક ખરાબ અને એક સારા સમાચાર છે.’
પતિઃ અત્યારે હું એકદમ બિઝી છું. મને ફક્ત સારા સમાચાર કહે.
પત્નીઃ આપણી નવી મર્સિડિઝ કારમાં એરબેગ બરાબર કામ કરે છે!
•
લગ્નના બીજા દિવસે દુલ્હાએ ઊંઘતી દુલ્હન પર એક ડોલ પાણી નાંખ્યું
ગુસ્સામાં દુલ્હને પૂછ્યુંઃ આ શું કર્યું?
દુલ્હાએ પ્રેમથી કહ્યુંઃ સાસુમાએ વિદાય સમયે કહ્યું હતું કે, મારી દીકરી ફૂલની કળી છે, તેને મૂરઝાવવા ન દેતાં.’