ગયા રવિવારે એસેક્સના રોમફોર્ડ સ્થિત સિટી પેવેલીયનમાં વસંતભાઇ અને પન્નાબહેન લાખાણી પરિવારે શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાનું અાયોજન
કર્યું હતું.
જેમાં લગભગ ૧૦૦૦થી વધુ હરિભકતોએ શ્રધ્ધાભેર ભાગ લીધો હતો. શ્રાધ્ધપક્ષમાં પિતૃતર્પણ અને શ્રી વસંતભાઇના દીર્ઘાયુ સ્વાસ્થ્ય માટે અા મહાયજ્ઞનું અાયોજન કરી પન્નાબેન પરિવારે ૧૦૮ લાડુ હનુમાનજીને ધરાવ્યા હતા. ચંદુભાઇ સોલંકી અને પ્રવિણભાઇ નાગલાની ભજનમંડળીએ સવારથી સાંજ સુધી શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા, અારતી, સત્સંગ કર્યો હતો. અા પ્રસંગે લેસ્ટરથી ભાગવત કથાકાર શ્રી રમણીકભાઇ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

