આરટીઓ અધિકારીઃ બહેન, જો તમે ટુ-વ્હિલર ચલાવી રહ્યા હો અને તમારા પતિ તથા છોકરાને માર્ગ પર જુઓ તો પહેલાં શું કરો?
મહિલાઃ પહેલા મારા પતિને એક થપ્પડ ઝીંકી દઉં.
અધિકારીઃ બહેન, હું તમને ત્રીજી વાર સમજાવી રહ્યો છું કે, પહેલા ટુ-વ્હીલરને બ્રેક મારો પછી તમારે જે કરવું હોય તે કરજો. આટલો ગુસ્સો પણ વાજબી નથી.
•
પત્નીઃ જૂઓને... પે’લો માણસ ક્યારનો મને જોયા કરે છે.
પતિઃ એ તો તને જોવાનો જ એમાં હું કશું કરી શકું તેમ નથી.
પત્નીઃ કેમ.
પતિઃ એ ભંગાર વાળો છે.
•
એક ડોક્ટર દર્દીને તપાસવા વોર્ડમાં ગયા. થોડી વારે બહાર આવ્યા. કાતર લઈને ફરી અંદર ગયા. વળી પાછા બહાર આવ્યા. ડિસમિસ લઈને ફરી અંદર ગયા. થોડી વારમાં પાછા બહાર આવ્યા અને હથોડો લઈને જલદીથી અંદર ગયા. આ જોઈને દર્દીનાં સગાંએ પૂછયું રોગ શું થયો છે એની ખબર પડી.
ડોક્ટર કહેઃ અલ્યા ભાઈ! રોગની ક્યાં વાત કરો છો, પહેલાં મારી બેગ તો ખૂલવી જોઈએ ને!
•
નટુએ કોર્ટમાં જજને કહ્યું, ‘હું જ્યારે ઘોડા પર ચઢીને દૂર જંગલમાં પહોંચ્યો તો કેટલાક ડાકુઓએ મને ઘેરી લીધો અને મારી પાસેથી બધા પૈસા, ઘડિયાળ, વીંટી અને ઘોડો સુદ્ધાં લૂંટી ગયા!’
જજઃ પણ... મને જણાવાયું છે તે પ્રમાણે તે સમયે તમારી પાસે પિસ્તોલ પણ હતી.
નટુઃ હતી તો ખરી પણ એ લોકોનું તેના ઉપર ધ્યાન જ ન ગયું!
•
એક મહિલાનો પતિ ખોવાઈ ગયો તો તેની ફ્રેન્ડને લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગઈ.
પોલીસે વર્ણન પૂછતાં તેણે કહ્યુંઃ હાઈટ છ ફૂટ, બ્લૂ આઇઝ, જીન્સ જ પહેરે છે હંમેશાં અને એકદમ હેન્ડસમ છે.
આ સાંભળી મહિલાની ફ્રેન્ડે કહ્યુંઃ પણ તારો પતિ તો ઠીંગણો, કાળિયો અને કદરૂપો છે. તો પછી તેં આમ કેમ લખાવ્યું?
મહિલાઃ એ ગયો તો ગયો. હવે મળે તે સારો મળે ને એટલે.
•
પત્નીઃ તમારા વાળ તો જુઓ, જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય.
પતિઃ એટલે જ તો હું ક્યારનો વિચારું છું કે મારી પાસે ભેંસ કેમ ઊભી છે?
•
મમ્મીઃ તું હેરકટિંગ કેમ નથી કરાવતો?
છોકરોઃ મોમ, આ તો લેટેસ્ટ ફેશન છે.
મમ્મીઃ આ ફેશન પડતી મૂક... મહેમાન તારી મોટી બહેનને જોવા આવ્યા હતા. હવે તેમનો ફોન આવ્યો છે કે નાની છોકરી અમને ગમી ગઈ છે.
•
ચમને બેન્કમાં અચાનક બૂમ પાડીઃ અહીં કોઇનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું?
તરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તરત જ તેઓ ચમન પાસે પહોંચી ગયાઃ ‘ક્યાં છે એ બંડલ?’
ચમનઃ બંડલ તો ખબર નહીં, મને એ રબરબેન્ડ મળ્યું છે!
•
એક ચોર ચોરી કરતા પકડાયો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
મેજિસ્ટ્રેટઃ તારા ખિસ્સામાં જે કંઈ હોય તે ટેબલ પર મૂકી દે.
આ સાંભળી ચોર બોલ્યોઃ આ તો અન્યાય છે, માલના બે ભાગ થવા જોઈએ.
•
નટુઃ અભિનંદન દોસ્ત, આજે તારી જિંદગીમાં સૌથી ખુશીનો દિવસ છે.
ગટુઃ આભાર. પરંતુ મારાં લગ્ન તો આવતીકાલે થવાના છે.
નટુઃ હું જાણું છું એટલે જ તો આજે કહું છું.
•
