• જયલલિતાનું નામ આજે ભલે તામિલનાડુની એક જમાનાની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે લેવાતું હોય, પરંતુ તેઓ ક્યારેય અભિનેત્રી બનવા માગતા નહોતા.
• તેઓ ખૂબ તેજસ્વી વિદ્યાર્થિની હતા. શાળા દિવસોમાં તેમને સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થિનીનો પુરસ્કાર મળ્યો હતો તેમજ દસમા ધોરણની પરીક્ષામાં તેમણે આખા તામિલનાડુમાં બીજું સ્થાન મેળવ્યું હતું.
• લોકોને મફતમાં જરૂરિયાતની વસ્તુ વહેંચવાની તેમની નીતિએ તેમને લોકપ્રિય બની હતી.
• મહિલાઓને મિક્સર-ગ્રાઈન્ડર ઉપરાંત ૨૦ કિલો ચોખા જેવી વસ્તુઓ મફતમાં આપતાં જયલલિતા પર અર્થશાસ્ત્રીઓએ સવાલ ઊઠાવ્યા હતા. જોકે તેમના આ પગલાંને કારણે મહિલાઓનું જીવનસ્તર ઊંચું આવ્યું હતું તેમજ તેમના હૃદયમાં જયલલિતા માટે વિશેષ સ્થાન મળ્યું હતું.
• ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ જયલલિતા જયરામનો જન્મ કર્ણાટકના મૈસૂરમાં થયો હતો. જ્યારે તે બે વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું.
• ત્યારબાદ તેમના માતા તેમને બેંગ્લોર લઈ ગયાં હતાં. જયલલિતાએ અહીં બિશપ કાટન સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. ૧૯૬૫માં માત્ર ૧૫ વર્ષની ઉંમરે પહેલીવાર તેમણે ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મનું નામ હતું ‘આઈરથિલ ઓરુવન’ પ્રોડ્યુસર વી. આર. પુથુલુએ આ ફિલ્મોમાં કામ કરવાની ઓફર જયલલિતાને કરી હતી.
• પોતાની બીજી ફિલ્મમાં જયલલિતાએ તે સમયના ટોચના અભિનેતા એમ. જી. રામચંદ્રન સાથે કામ કર્યું હતું.
• ત્યારબાદ તેઓ તામિલ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ ફી લેનાર અભિનેત્રી બની ગયા હતા.
• ૧૯૮૦માં તેમની છેલ્લી ફિલ્મ ‘નદિયાઈ થેડી બંદા કાદલ’ હતી.
• ૧૯૮૨ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે એમજીઆર (જેઓ ફિલ્મો છોડીને રાજનીતિમાં પ્રવેશ્યા હતા) તેમના પક્ષના પ્રચારસચિવ બનાવાયાં હતાં.
• આ વર્ષે જ તેમણે પોતાની પ્રથમ ચૂંટણી તિરુચેંદુર બેઠક પરથી જીતી હતી.
• ૧૯૮૩થી એટલે કે એક વર્ષ પછીથી તેઓ એઆઈએડીએમકેના રાજ્યસભાના સભ્ય બન્યાં હતાં. આનું કારણ તેમની અંગ્રેજીમાં વાત કરવાની ફાવટ માનવામાં આવ્યું હતું.
• ૧૯૮૭માં એમજીઆરનાં નિધનથી તેમને ખૂબ મોટો આંચકો લાગ્યો હતો, પરંતુ તેમણે આ સમય સુધી રાજનીતિમાં મજબૂત સ્થાન મેળવી લીધું હતું.
• ૧૯૮૮માં અન્ના દ્રમુકને બે હિસ્સામાં વહેંચવામાં આવ્યો હતો. એક પક્ષનું નેતૃત્વ એમજીઆરના પત્ની જાનકીએ કર્યું અને બીજા પક્ષનું નેતૃત્વ જયલલિતાએ સંભાળ્યું હતું.
• ૧૯૮૯માં ચૂંટણી જીતીને તેમના પક્ષે પ્રથમ વખત ચૂંટણી લડી અને ૨૭ બેઠક પર વિજય મેળવીને વિપક્ષના નેતા તરીકે જયલલિતાએ મોરચો સંભાળ્યો હતો.
• જયલલિતા પર લખાયેલા પુસ્તક ‘અમ્મા જર્ની ફ્રોમ મૂવી સ્ટાર ટુ પોલિટિકલ ક્વીન’ મુજબ જયલલિતા હોબાળા દરમિયાન વિધાનસભામાંથી બહાર જઈ રહ્યા હતાં. આ સમયે ડીએમકેના એક સભ્યે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જયલલિતા પડી ગયાં હતાં. ડીએમકેના સભ્યો અને અન્ના દ્રમુકના સભ્યો વચ્ચે થયેલી મારામારીમાં તેઓ ફાટેલી સાડીમાં વિધાનસભાની બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે એલાન કર્યું હતું કે હવે તેઓ મુખ્ય પ્રધાન બનીને જ સદનમાં પ્રવેશ કરશે.
• ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં જયલલિતાએ કોંગ્રેસ સાથે સમજૂતી કરી અને ૨૩૪માંથી ૨૨૫ બેઠકો મેળવી હતી. ત્યારે તેઓ પ્રથમ વખત મુખ્ય પ્રધાન બન્યાં હતાં.
• ૧૯૯૬-૧૯૯૮ દરમિયાન જયલલિતા માટે ખૂબ કપરો સમય સાબિત થયો હતો. આ દરમિયાન તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનેક આરોપ લગાવાયા તેમજ આવકના પ્રમાણમાં અપ્રમાણ સંપત્તિનો ગુનો તેમની વિરુદ્ધ નોંધાયો હતો. આ કારણોસર તેઓ ચૂંટણી હારી ગયાં હતાં.
• ૨૦૦૨માં પેટા ચૂંટણી થઈ અને જયલલિતાને ફરી વિજય મળ્યો હતો. આ સમયગાળામાં તેમણે બદલો લેવા કરુણાનિધિને જેલમાં મોકલ્યા હતાં એવું રાજકીય સૂત્રોમાં ચર્ચાયું હતું.
• ૨૦૦૬માં ફરી તેમનો પક્ષ ચૂંટણી હારી ગયો અને તેઓ પાસેથી સત્તા છીનવાઈ ગઈ.
• ૨૦૧૧ની વિધાનસભાની ચૂંટણીમાં જયલલિતાએ ફરી એક વાર ભવ્ય વિજય મેળવ્યો અને ત્રીજી વાર તેઓ મુખ્ય પ્રધાન બન્યાં હતાં.
• ૨૦૧૪માં તેમને ૬૭ કરોડ રૂપિયાની આવકથી વધુ સંપત્તિના મામલે ચાર વર્ષની સજા કરવામાં આવી હતી તેમજ ૧૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આ દરમિયાન તેઓ ૨૧ દિવસ જેલમાં રહ્યાં હતાં. ૨૧ દિવસ બાદ તેમણે ફરી મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું અને ફરી એક વાર તેમના નિર્ણયોને કારણે તેમની લોકપ્રિયતાએ નવા આયામ સર કર્યા હતા.
• ૨૦૧૬ની ચૂંટણીમાં જ્યારે સર્વે અને ઓપિનિયન પોલ દ્રમુકની જીતનું અનુમાન લગાવી રહ્યા હતા ત્યારે ઈતિહાસ રચીને મે ૨૦૧૬માં જયલલિતાએ ભવ્ય વિજય મેળવ્યો હતો.

