• ક્રેડલ બેબી સ્કીમઃ ૧૯૯૨માં અનાથ અને નિરાધાર બાળકો માટે જયલલિતાએ ક્રેડલ બેબી સ્કીમ શરૂ કરી હતી. આ યોજનાને કારણે તેમના સમર્થકો વધ્યા હતા. તે સમયે રાજ્યમાં બાળકીઓના જન્મ બાદ તેમને ત્યજી દેવાના બનાવો વધ્યા હતા. તેથી દરેક સરકારી હોસ્પિટલોમાં તેમણે પારણાં લગાવ્યા હતાં. જેથી ગમે ત્યાં બાળકીને ત્યજી દેવાને બદલે લોકો આ પારણામાં દીકરીઓને મૂકી જતાં હતાં.
• ગરીબોની માઃ જયલલિતાએ પરોપકારની ભાવના સાથે કામ કરતાં રાજકીય પક્ષની છબી ઉપસાવી હતી. અમ્મા કેન્ટીન, અમ્મા રસોઈ, અમ્મા મિનરલ વોટર, અમ્મા નમક, અમ્મા સિમેન્ટ જેવી યોજનાઓ અંતર્ગત તેમણે દરેક જરૂરિયાતમંદોને સસ્તાં અનાજ, પાણી, કપડાં અને અન્ય જરૂરી સામાન ઉપલબ્ધ કરાવ્યો હતો.
• ૯ મહિનાની મેટરનિટી લીવઃ જયલલિતા સરકારે મહિલાઓ માટે કામ કરવામાં કોઈ કસર છોડી નહોતી. તેમણે મહિલાઓ માટે મેટરનિટી લીવ, દારૂબંધી અને મહિલા પોલીસ સ્ટેશન શરૂ કરવાની પહેલ કરી હતી.

