ગાંધીનગરઃ નામ, અટકમાં ફેરફાર કે સુધારા મુદ્દે ગુજરાત સરકારના મુદ્રણ અને લેખન સામગ્રી નિયામકે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. અત્યાર સુધી નામ કે અટક બદલવા, સુધારવાની પ્રક્રિયામાં આપવામાં આવતું કાનૂની પીઠબળ હવેથી બંધ કરવાના મહત્ત્વના નિર્ણય સાથે રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. એ મુજબ બાળકના નામની પાછળ માતાનું નામ અને અટક પ્રસિદ્ધ કરવા મહારાષ્ટ્ર અને
દક્ષિણ ભારતના રાજ્યોમાં ચાલતી કાર્યપ્રણાલીનો સ્વીકાર કરવાની જાહેરાત તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.
