નવી દિલ્હીઃ ભારતના નાગરિક ઉડ્ડયનમંત્રી અશોક ગજપતિ રાજુએ સંસદમાં જમાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં પહેલી જાન્યુઆરીથી માંડીને ૩૧ ઓક્ટોબર સુધીમાં ૩૮ પાઇલટ અને ૧૧૩ કેબિન ક્રૂ પ્લેન ઉડાવતાં પહેલાં થતાં આલ્કોહોલ ટેસ્ટમાં ફેલ થયા હતા.
આ આંકડો એટલા માટે આશ્ચર્યમાં મૂકે તેવો છે કે, ૨૦૧૫માં પણ ૪૦ પાઇલટ આ ટેસ્ટમાં ફેલ થયા હતા. ૨૦૧૪માં આ આંકડો ૨૦ની આસપાસ હોવાનું મંત્રાલય જણાવે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે, આવા કિસ્સામાં ઘટાડો થવાને બદલે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
