ચિંટુઃ મમ્મી, મને એક ગ્લાસ પાણી આપ ને.
માઃ જાતે લઈ લે.
ચિંટુઃ પ્લીઝ આપ ને...
માઃ જો હવે માગ્યું તો થપ્પડ ખાઈશ.
ચિંટુઃ જ્યારે થપ્પડ મારવા આવે ત્યારે પાણી લેતી આવજે!
•
ટીચરઃ જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય?
ટીનુઃ હિન્દીમાં ‘ઠાકુર’ અને ઇંગ્લીશમાં ‘હેન્ડ્સ ફ્રી!’
•
મેનેજરઃ રમેશ પહેલાં તો તું ઓફિસ મોડો આવતો અને વહેલા જતો રહેતો. હમણાં હમણાં કેમ વહેલા આવે છે અને મોડો જાય છે.
રમેશઃ સાહેબ, હમણાં મારાં સાસરીવાળા
આવ્યા છે!
•
પત્નીઃ હું તમને નફરત કરું છું.
પતિઃ વાહ, શું સંયોગ છે.
•
હવે આ અફવા કોણે ફેલાવી કે, લગ્નના બે વર્ષના અનુભવ પછી પતિ ભલભલા આતંકવાદી સામે લડવા પણ સક્ષમ બની જાય છે.
•
ટીચરઃ બસ ડ્રાઇવર અને કંડક્ટર વચ્ચે શું ફરક હોય છે.
સ્ટુડન્ટ્સઃ બસમાં જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની પણ ટિકિટ ના કપાય, પણ જો ડ્રાઇવર સૂઈ જાય તો એક સાથે બધાની ટિકિટ કપાઈ જાય.
•
લગ્નની પહેલી રાતે પતિ પત્નીને: તું મારી સાધના, તું મારી આરાધના, તું મારી કલ્પના અને તું મારી કવિતા...
પત્ની પણ ભાવુક થઈ બોલી: તમે જ મારા રમેશ, તમે મારા દિનેશ, તમે મારા મહેશ અને તમે જ મારા ગામવાળા સુરેશ...
બીજા દિવસે છૂટાછેડા થઈ ગયા..
•
એન્જિનિયરિંગનું ફોર્મ ભરતાં-ભરતાં એક સ્ટુડન્ટે બાજુમાં ઊભેલા ગાર્ડને પૂછ્યું: કોલેજ
કેવી છે?
ગાર્ડ: બહુ સરસ છે. હું પણ અહીં ભણ્યો છું.
•
છોકરો: પપ્પા, આપણે એક કિલો ઉધાર ખાંડ લાવ્યા તેમાં દોઢસો ગ્રામ દુકાનવાળાએ ઓછી આપી...
પપ્પા: કાંઈ વાંધો નહીં બેટા, આપણી તો દોઢસો ગ્રામ ગઈ, એની તો સાડા આઠસો ગ્રામ ગઈ છે...
•
બે ઊંદર બાઇક લઈને ફરવા નીકળ્યા.
રસ્તામાં સિંહે લિફ્ટ માંગી...
ઊંદર: પહેલાં વિચારી લેજે. પછી તારાં મા-બાપ તને કહે નહીં કે ગુંડાઓ સાથે ફરે છે.
•
પતિ સવારે-સવારે ઊઠીને કિચનમાં પત્ની માટે ચા બનાવવા જાય છે ત્યાં જ યાદ આવે છે.
પત્ની તો પિયર ગઈ છે.
આને પત્ની માટેનો પ્રેમ કહેવાય કે બીક?
•
છોકરોઃ મારી સાથે લગ્ન કરી લે.
છોકરીઃ પણ હું તારી સાથે લગ્ન શું કામ કરું એક કારણ આપ...
છોકરોઃ મારા પપ્પા બહુ મોટા માણસ છે...
છોકરીને લગ્ન પછી ખબર પડી કે છોકરાના પપ્પા ૧૦૬ વર્ષના છે.
•
એક ચાચાએ એની સાઇકલ પાર્લામેન્ટ ભવન પાસે પાર્ક કરી અને ચાલવા માંડ્યા. પોલીસે તેમને ઉભા રાખ્યાઃ
‘ઓ ચાચા દેખતે નહીં? યહાં સાયકલ ખડી કર દી? યહાં સે બડે બડે વીઆઇપી ગુજરતે હૈ, એમપી ગુજરતે હૈ, મિનિસ્ટર ગુજરતે હૈ, વડા પ્રધાન ઔર રાષ્ટ્રપતિ ભી યહીં સે ગુજરતે હૈ....’
ચાચા કહે છે, ‘તભી તો સાઇકલ કો તાલા લગાયા હૈ!’
