બ્રિટનમાં વસતા એશિયન પરિવારોમાં લોકપ્રિય થયેલા આનંદ મેળામાં મોજ મસ્તી, ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણવાની ઘડી આવી પહોંચી છે. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન બાયરન હોલ, લંડનના હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો, HA3 5BD ખાતે શાનદાર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં આપણા સૌના માનીતા બ્રિટનના મહારાણી ક્વીન એલીઝાબેથના જન્મ દિનની શાનદાર અને રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. આટલું જ નહિં સૌની તંદુરસ્તી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો' અને પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં ભાગ લેવાનો અવસર મળશે.
વર્ષોથી સૌના મન હ્રદયમાં અનેરૂ સ્થાન જમાવનાર આનંદ મેળાની લોકપ્રિયતાને પગલે લુટન, લેસ્ટર અને અન્ય નગરથી પણ કોચ અને અન્ય વાહનો દ્વારા અબાલવૃધ્ધ સૌ કોઇ આનંદ મેળાની મઝા માણવા આવનાર છે. માત્ર લંડન જ નહિં પણ યુકેના અન્ય શહેરોમાં પણ આનંદ મેળો લોકપ્રિય થયો હોવાથી કોચ દ્વારા લોકો મોટી સંખ્યામાં 'આનંદ મેળા'માં ભાગ લેવા ઉમટી પડે છે. ઘરઘરમાં લોકપ્રિય થયેલા 'આનંદ મેળા'માં જો તમે આ વખતે હાજર ન રહ્યા તો ઘણું બધું ચૂકી જશો એમાં જરાય શંકા નથી.
'આનંદ મેળા'માં ઘર સજાવટની વસ્તુઅો, સાડી-જ્વેલરી, ફેશન અને ડ્રેસ મટીરીયલ્સ, વિવિધ ચીજ વસ્તુઅોનું શોપીંગ અને બ્યુટી, વેડીંગ પ્લાનર, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, બિઝનેસ, ટેલિકોમ્યુનિકેશન, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ, સોલીસીટર્સ સહિત ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો વિષે જાણકારી મેળવી શ્રેષ્ઠ સેવાઅોનો લાભ લઇ શકશો. આટલું જ નહિં આપના સ્વાદને લક્ષમાં રાખીને આનંદ મેળામાં ખાસ પસંદ કરાયેલા સ્ટોલ્સ પરથી ચટપટા, પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી સહિત વિવિધ વ્યંજનોની મોજ માણવા મળશે. પાર્કિંગ શરૂઆતના ત્રણ કલાક માટે મફત છે અને પાર્કિંગ મીટર સ્ટેશન પર આપના વાહનનો નંબર નોંધવો જરૂરી છે જેનો ખાસ ખ્યાલ રાખવા વિનંતી.
ગીત-સંગીત-નૃત્ય-મનોરંજનનું ખાસ આકર્ષણ
આનંદ મેળાના સૌથી લોકપ્રિય અને સૌનું આકર્ષણ બનતા મનોરંજક કાર્યક્રમોમાં આ વખતે વિખ્યાત ગાયક કલાકારો નવિન કુંદ્રા, અોશીન મહેતા, મો. ફહદ ખાન, જેયડન અને કિશન અમીન ગીતો રજૂ કરશે. તો બીજી તરફ બ્રિટનની વિખ્યાત હની કલારીયા ડાન્સ એકેડેમી, એકે ડાન્સ એકેડેમી, મીરા સલાટના મીરા ફરફોર્મીંગ આર્ટ્સ, કે'ઝ ડાન્સ એન્ટરટેઇનમેન્ટના કલાકારો દ્વારા બોલીવુડ નૃત્યો થશે. તો વિખ્યાત કથક નૃત્યાંગના મનોરમા જોશી કથક નૃત્ય રજૂ કરશે. આટલું જ નહિં મેળામાં રાસ-ગરબાની રમઝટનો પણ લાભ મળશે.
સાઇસ્કૂલ અને શીશુકુંજના કલાકારો દ્વારા નૃત્યો રજૂ કરાશે. 'આનંદ મેળા'માં બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકોના વિશેષ કાર્યક્રમો વિશેષ આકર્ષણ ઉભુ કરે છે.
એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૬
માદરે વતનમાં પોતાનું ઘર વસાવવા માંગતા તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા સૌ કોઇ માટે હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટમાં તા. ૧૧-૧૨ જૂન, ૨૦૧૬ શનિવાર અને રવિવારના રોજ સવશરેર ૧૦થી ૭ સુધી 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ડિયા બુલ્સ, નિર્મલ લાઇફ સ્ટાઇલ, અજમેરા ગૃપ, ગ્રીન શેપ્સ અને ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના વિખ્યાત અને પ્રતિષ્ઠીત ડેવલપર તરફથી ફ્લેટ, પેન્ટ હાઉસ, હાઉસ, વિલા, પ્લોટ સહિત વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવશે. અહિં ૧૫ જેટલા સ્ટોલ્સ પરથી પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટની સેવા અને સલાહનો લાભ મળશે. આ પ્રોપર્ટી મેળામાં સૌ કોઇને મફત પ્રવેશ મળશે.
આરોગ્યની જાળવણી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'
વાચકોની વધતી જતી માંગણીને લક્ષમાં લઇને આ વર્ષે ખાસ 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદની સુવિખ્યાત શેલ્બી હોસ્પિટલ, કોલકતાની એપોલો ગ્લેનેગલ્સ હોસ્પિટલ, કોલકતાની મેડિકા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, નવી દિલ્હીની મેક્ષ હોસ્પિટલ, નવી દિલ્હીની સીડ્સ અોફ ઇનોસન્સ IVF સેન્ટર, નવી દિલ્હીની એડવાન્સ સ્ટેમ સેલ થેરાપી સેન્ટર, કેરાલાની કૈરાલી આયુર્વેદા, ચાર્ટવેલ પ્રાઇવેટ હોસ્પિટલ સહિત ૧૫ જેટલી હોસ્પિટલ તેમજ આરોગ્ય સેવા આપતા સેન્ટરના નિષ્ણાંત સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટન્ટ, ડોક્ટર્સ અને તજજ્ઞો આવશે અને શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે. ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં વિશ્વસ્તરની આધુનિક સુખ-સગવડો અને અદ્યતન મશીનરી સાથેની હોસ્પિટલોમાં ત્વરીત અને સુયોગ્ય સારવાર કિફાયતી ભાવે મળી રહે છે.
'આનંદ મેળા'ની સહયોગી સખાવતી સંસ્થા બાળકોનો શૈક્ષણિક, સાંસ્કૃતિક, શારીરિક અને માનસિક વિકાસ કરતી આપણી પોતીકી સંસ્થા 'શીશુકુંજ' છે. 'આનંદ મેળા'માં પ્રવેશ માટે આપના દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ 'શીશુકુંજ'ને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે. વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.

