હવે અફવા કોણે ફેલાવી કે, લગ્નના બે વર્ષના અનુભવ પછી પતિ ભલભલા આતંકવાદી સામે લડવા પણ સક્ષમ બની જાય છે.
•
મહેશ ઓફિસથી પત્નીને કોલ કરે છે: હેલો, ડાર્લિંગ આજે જમવાનું ઘરે ના બનાવતી. આપણે બહાર જમવા જઈશું.
પત્ની: કેમ, રોજ-રોજ મારા હાથનું જમવાનું ખાઇને કંટાળી ગયા?
મહેશ: ના, એવું નથી પણ, આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.
•
એક પતિએ પોતાની પત્નીને મનની વાત જણાવી
પતિઃ તારી સાથે લગ્ન કરી મને એક ફાયદો થયો છે.
પત્નીઃ કયો ફાયદો?
પતિઃ મારા ગુનાઓની સજા. આ જન્મમાં જ મળી ગઈ. હવેનો જન્મ સુખમય હશે.
•
શિક્ષકઃ (વર્ગમાં વિદ્યાર્થીની નોટબુક જોતાં)ઃ મને આશ્ચર્ય થાય છે કે તું એકલો આટલી બધી ભૂલો કેમ કરે છે?
વિદ્યાર્થીઃ સાહેબ, હું એકલો નહોતો, તેમાં મારા પપ્પાએ પણ મદદ કરી છે.
•
૨-૩ કલાક સુધી ઈન્ટરનેટ બંધ થાય ત્યારે ખબર પડે છે કે
સાધુ-ફકીરનું જીવન ખરેખર કેટલું મુશ્કેલીઓથી ભરેલું છે.
•
જજઃ આ વ્યક્તિએ તને કેવી ગાળો ભાંડી હતી?
ફરિયાદીઃ સાહેબ, આ ગાળો સજ્જનો સામે બોલીને સંભળાવવા જેવી નથી.
વકીલઃ ઠીક છે તો અમે બધા બહાર જઈએ છીએ, તું એકલો જજસાહેબ સામે બોલી નાખ.
•
ટીચર: કેટલા વર્ષનો થયો તું.
ચીંટુ: મારા મમ્મી-પપ્પાને પૂછી લો.
ટીચર: ક્યાં રહે છે?
ચીંટુ: સ્કૂલના રેકોર્ડમાં જોઇ લો.
ટીચર: સૌથી વધુ કોને પ્રેમ કરે છે, મમ્મીને કે પપ્પાને?
ચીંટુ: મારા દિલને પૂછી લો.
ટીચર: તારું દિલ ક્યાં છે?
ચીંટુ: તમારી છોકરીને પૂછી લો.
