હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 09th March 2016 06:31 EST
 

ગગાની કપડાંની દુકાન હતી. દુકાનમાં આવેલી મહિલાને ગગો બે કલાકથી કપડાં બતાવી-બતાવીને થાકી ગયો, પણ તેને કંઈ ગમતું જ નહોતું. છેવટે થાકીને ગુસ્સા પર કન્ટ્રોલ કરતા તેણે કહ્યું, ‘સોરી, પણ મારી પાસે હવે વધું કપડાં નથી તમને બતાવવા લાયક.’
મહિલાઃ કંઈ વાંધો નહીં. આમ પણ હું તો શાક લેવા જ આવી હતી.

એક દિવસ વહુ સતત રડ્યા કરતી હતી, આ જોઈ સાસુએ માથે હાથ ફેરવી પૂછયુંઃ કેમ બેટા, આટલું બધું રડે છે?
વહુઃ હું ચૂડેલ જેવી દેખાઉં છું?
સાસુઃ ના, જરા પણ નહીં.
વહુઃ મારી આંખો દેડકા જેવી દેખાય છે?
સાસુઃ નહીં તો...
વહુઃ મારું નાક સમોસા જેવું છે?
સાસુઃ અરે ના, પણ તને આવું બધું કહ્યું કોણે?
વહુઃ તો પછી મહોલ્લામાં બધા આવું કેમ કહે છે કે, તું બિલકુલ તારી સાસુ જેવી જ દેખાય છે...

છગને જ્યોતિષી મગનને પૂછ્યુંઃ પંડિતજી, મારા લગ્ન નથી થતાં શું કરું?
‘એક જ રસ્તો છે.’ મગને કહ્યું, ‘વડીલોના ‘સદા સુખી રહો’ એવા આશીર્વાદ લેવાનું બંધ કરો.’

ગેમ શોના હોસ્ટઃ જો તમારી પત્ની અને તમારી સાસુ પર કોઈ વાઘ હુમલો કરે તો તમે પહેલાં કોને બચાવશો?
પતિઃ વાઘને... છેવટે બિચારા વધ્યાં જ કેટલાં છે.....

પતિ એવું પ્રાણી છે કે જે ભૂતપ્રેતથી ભલે ન ડરતું હોય...
પણ પત્નીના ૪ મિસ્ડ કોલ્સ ડર પેદા કરવા માટે પૂરતાં છે.

સવારે પતિદેવ ઓફિસ જવા માટે ઘરેથી નીકળ્યા તો શ્રીમતીએ કહ્યુંઃ પ્રભુને પ્રાર્થના કરીને જાઓ... દરેક કામ સારી રીતે થશે.
પતિઃ તારી વાત સાચી છે, પણ આમાં હું
નથી માનતો. લગ્નના દિવસે જ હાથ જોડીને નીકળ્યો હતો.

ચોર નટુઃ ગટુ, પોલીસ આવી રહી છે. બારીમાંથી જલ્દીથી કૂદકો માર.
ચોર ગટુઃ પરંતુ આ તો ૧૩મો માળ છે.
ચોર ગટુઃ જલ્દી કર, શુકન-અપશુકનમાં માનવાનો આ સમય નથી.

નટુઃ ભાઈ તમે તો વિચિત્ર મોજાં પહેર્યાં છે. એક મોજું લાલ રંગનું અને બીજું લીલા રંગનું છે.
ગટુઃ હા, મારા મોજાં વિચિત્ર છે. મારા ઘરે આવાં મોજાંની એક બીજી જોડ પણ છે.

નટુ (ગર્વથી)ઃ યાર, મારી પત્ની તો દેવી છે.
ગટુઃ તું તો ભાગ્યશાળી છે. મારી પત્ની તો હજી જીવે છે.

ગ્રાહક નટુ (ગટુ સોનીને)ઃ તમે તમારી દુકાનમાંથી આટલી બધી ઠંડક કેમ રાખી છે?
ગટુ સોનીઃ ઘરેણાંની કિંમત સાંભળીને ગ્રાહકોને પરસેવો ન આવે એટલા માટે અમે એ.સી. ફૂલ રાખીએ છીએ.

નટુ અડધી રાત્રે બેડરૂમથી ડ્રોઈંગરૂમ સુધી આંટા મારતો હતો. આ જોઈને તેની પત્ની શાંતાએ પૂછ્યુંઃ ‘ગટુના બાપા, તમને શું થયું કે અડધી રાત્રે આંટા મારો છો?’
નટુએ કહ્યુંઃ તમે યાદ છે. જ્યારે હું તારી સાથે લગ્નની વાત કરવા માટે તારા પિતાજીને મળ્યો હતો? તે વખતે તારા પિતાજીએ કહ્યું હતું કે જો હું તારી સાથે લગ્ન કરવાની હિંમત કરીશ તો તે મને આજીવન કેદની સજા કરાવશે.’
શાંતાએ પૂછ્યુંઃ ‘પરંતુ એ વાતને હવે શા માટે યાદ કરો છો?’
નટુ બોલ્યો, ‘અરે, હવે મને સમજાય છે કે આજીવન કેદની સજા વધારે સારી હતી.


comments powered by Disqus