• ગુજરાતઃ રેલવે ટિકિટ કાઉન્ટર બંધ કરી દીધા
સુરતમાં ૧૦ ગ્રામ સોનાની લગડી ૩૦ હજાર રૂપિયા કરતા વધારેમાં વેચાઈ. અમદાવાદમાં રેલવે બુકિંગ કાઉન્ટર બંધ થઈ ગયા. મુસાફરોને યાત્રા રદ કરવી પડી. રાજકોટમાં તો ભીડ થતાં જ્વેલર્સની દુકાનો બંધ કરવી પડી.
• પંજાબઃ લો પાંચ લાખ રૂપિયા... સોનું આપો
મંગળવારે રાત્રે થેલામાં પૈસા ભરીને લોકો કલ્યાણ જ્વેલર્સ પહોંચ્યા. એક વ્યકિતએ કહ્યું હતું કે, આ લો પાંચ લાખ રૂપિયા, જે આવે એ આપો. સોનું જોઈએ, ભલે ગમે તે ઘરેણું હોય. શો રૂમમાં ભીડ હતી. બહાર પણ રાતે ૧૨ વાગ્યા સુધી ટ્રાફિક જામ રહ્યો.
• મહારાષ્ટ્રઃ મુંબઇમાં જ્વેલર્સની દુકાન પર શટર ડાઉન થયા પછી પણ લાંબી લાઇન લાગી. કેશ ડિપોઝિટ મશીન પણ ફુલ થઇ હતી
• રાજસ્થાનઃ અડધી રાત્રે ખરીદી કરવા નીકળ્યા. જયપુર, જોધપુર, કોટામાં લોકોએ અડધી રાતે ખરીદી કરવા નીકળ્યા. એટીએમમાં પૈસા કાઢવા વાળાની જગ્યાએ જમા કરાવનારા લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. થોડાક જ કલાકમાં તો મોટા ભાગના મશીનો જૂની ચલણી નોટોથી ફુલ થઇ ગયા હતા.
• મધ્ય પ્રદેશઃ સોનાની ખરીદી માટે લોકોની ભીડ જામતાં અડધી રાતે શર્રાફા બજારમાં જ્વેલર્સની દુકાનો ખુલી હતી. એટીએમ, પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો લાગી. એટીએમમાં પૈસા પૂરા.
• નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશભરમાં બિગ બજારના શો-રૂમ અડધી રાત સુધી ખુલ્લા રહ્યા. કસ્ટમર્સને એસએમએસ પર તેની જાણકારી અપાઇ.
• ઉત્તર પ્રદેશઃ લખનઉ, કાનપુરમાં એટીએમ પર લોકો ઉમટ્યા. મારપીટ થવાથી પોલીસ લગાવવી પડી. બસપાના કોર્ડિનેટર પાસે એક ઉમેદવારે ત્રણ કરોડ રૂપિયા પહોંચાડ્યા. સાંજે પસ્તી થઇ ગયા.
• છત્તીસગઢઃ સોનું ૩૫ હજાર રૂપિયા પ્રતિ તોલા સુધી વેચાયું. તે છતાં કરોડોના સોદા થયા. પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લાગી.

