હળવી ક્ષણોએ...

જોક્સ

Thursday 10th November 2016 05:34 EST
 

નટુઃ સામેનું પ્રાણી બકરો છે કે બકરી તે કેમ જાણવું?
ગટુઃ તેને પથ્થર મારવાનો, જો તે ભાગ્યો તો તે બકરો અને જો ભાગી તો તે બકરી.

ગ્રાહક: તમે તો કહેતા હતા કે જલેબી તાજી છે, પણ મેં ખાધી તો વાસી લાગે છે. દુકાનદાર: સાહેબ, મેં તો જલેબી તાજી બનાવી હતી પણ ઘરાકો ચાર - ચાર દિવસ પછી આવે છે, એમાં હું શું કરું?

પતિ પિયર ગયેલી પત્નીના ફોટા પર ચપ્પુ ફેંકી રહ્યો હતો, અને દરેક વખતે નિશાન ચૂકી જતો હતો. અચાનક પત્નીનો ફોન આવ્યોઃ ‘હાય, શું કરે છે?’
પતિએ પ્રામાણિકતાથી જવાબ આપ્યોઃ ‘મિસિંગ યુ ડિયર.’

રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ગણપતલાલે ઘરે જવા રીક્ષા કરી. આગળ જમણી બાજુ વળવાનું હતું એટલે ગણપતલાલે રીક્ષાવાળાના ખભે ટપલી મારી.
રીક્ષાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને રિક્ષા ફૂટપાથ પર ચઢીને, ખોખાં ગબડાવી, કચરાના ઢગલા પર ચઢીને, હવામાં ઉછળી સીધી થાંભલા સાથે ભટકાઈ! પણ સારું થયું કે બન્ને જણા બચી ગયા.
કપડાં ખંખેરતા રિક્ષાવાળાએ કહ્યુંઃ ‘કાકા, કોઈ દિવસ આવું નહીં કરવાનું. હું તો જબરદસ્ત ડરી ગયો!’
ગણપતલાલ કહેઃ ‘પણ મેં તો ખાલી તારા ખભે ટપલી જ મારી હતી.’
રિક્ષાવાળોઃ ‘હા, પણ આ પહેલાં હું મડદાં લઈ જતી વાન ચલાવવાનું કામ કરતો હતો ને!’

રમેશઃ યાર, આ મગન હંમેશાં કડકીમાં જ રહે છે. તેની પાસે ક્યારેય પૈસા હોતા નથી.
સુરેશઃ કેમ, શું તે મારી પાસે પૈસા માંગતો
રહે છે?
રમેશઃ ના યાર, જ્યારે પણ તેની પાસે પૈસા માગું ત્યારે તે મનાઈ કરી દે છે.

ડોક્ટરનાં લગ્ન કંઈક આમ હટકે સ્ટાઇલમાં થવાં જોઈએ.
જાન એમ્બ્યુલન્સમાં આવે.
લગ્ન હોસ્પિટલમાં યોજાય.
ફોટોની જગ્યાએ બધાના એક્સ-રે પાડવામાં આવે.
મહેમાનોને કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ ગ્લુકોઝ કે ઓઆરએસ પીવડાવવામાં આવે.
જમવામાં વિટામિન સીની ગોળી ખવડાવી દેવામાં આવે.
વરમાળાની જગ્યાએ સ્ટેથોસ્કોપ પહેરવવામાં આવે.
અને સૌથી મજા તો ત્યારે આવે જ્યારે ડોક્ટર લગ્ન પછી પત્નીને કહે ‘સિસ્ટર..!’

એક વાર અમેરિકામાં અચાનક હવામાન બદલાતાં પાઇલટ પહાડી વિસ્તારમાંથી પણ કટ મારી-મારીને મહામુશ્કેલીએ વિમાનને એરપોર્ટ સુધી હોંચાડ્યું. ત્યાં પહોંચતાં જ બધાએ તેને ખૂબ અભિનંદન આપ્યા અને તેની આ આવડત પાછળનું રહસ્ય પૂછયું.
પાઇલટઃ એ તો હું પહેલાં અમદાવાદમાં સિટી બસ ચલાવતો હતો.


comments powered by Disqus