"ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસ" સાથે છેલ્લા ૩૨ વર્ષથી કાર્યરત સુરેન્દ્રભાઇ પટેલનાં માતુશ્રી મણીબા ૮૫ વર્ષની વયે બુધવાર, ૧૦ ફેબ્રુઅારીના રોજ સ્વર્ગવાસી થયાં છે. દક્ષિણ ગુજરાતના નવસારી નજીક ધામણ ગામના મૂળવતની અને વર્ષો સુધી મલાવી રહ્યા બાદ હાલ ઇસ્ટ લંડન સ્થિત પૂ. મણીબા થોડા મહિનાથી કેન્સરની ગંભીર બિમારીથી પીડાતાં હતાં. મણીબાના સૌથી નાના પુત્ર સુરેન્દ્રભાઇએ શ્રવણની જેમ સતત સાથે રહી ખૂબ સ્નેહપૂર્વક સેવા કરી એ ધન્યવાદને પાત્ર છે. સદગત મણીબાના અાત્માને પ્રભુ ચિરશાંતિ અાપે એવી “ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસ” (લંડન તથા અમદાવાદ અોફિસ પરિવાર)ની પ્રાર્થના. સંપર્ક: 07875 229 220
