અનેક બાબતોનો પર્દાફાશ કરતી ડેવિડ હેડલીની કબૂલાત

Wednesday 10th February 2016 05:43 EST
 
 

મારી વય વધુ હતી, નહીં તો હું આર્મી સામે લડ્યો હોત
હું હાફિઝ સઇદનાં ભાષણોથી પ્રભાવિત થયો હતો. હું કાશ્મીરમાં ભારતીય લશ્કર સામે લડવા માગતો હતો, પણ લખવીએ કહ્યું કે મારી ઉંમર વધારે છે. બીજા કોઈ કામમાં ઉપયોગ કરીશું.
હું દાઉદ ગિલાની હતો, ભારતમાં ઘૂસવા હેડલી બન્યો
મારું નામ દાઉદ ગિલાની હતું. ૨૦૦૬માં તેને ડેવિડ હેડલી કરવાની અરજી કરી. પછી નવા નામથી પાસપોર્ટ બનાવીને ભારત આવ્યો. બિઝનેસ મલ્ટિપલ-એન્ટ્રી વિઝા મેળવીને મુંબઈમાં ઓફિસ ખોલી.
આતંકી હુમલા પહેલાં પછી એક વાર ભારત આવ્યો
૨૦૦૬થી ૨૦૦૮ની વચ્ચે સાત વખત ભારત આવ્યો. હુમલા બાદ માર્ચ ૨૦૦૯માં દિલ્હી આવ્યો હતો. ભારતના વિઝા મળતા લશ્કર-એ-તૈયબાના હેન્ડલર સાજિદ મીર અને મેજર ઇકબાલ ખુશ હતા. પહેલી યાત્રામાં સામાન્ય વીડિયો બનાવી. આ પછી તાજ, ઓબેરોય હોટલ અને નરિમાન હાઉસની રેકી કરી.
ISI મેજર સાથે પાક.માં ધરપકડ પણ થઈ હતી
ISIના મેજર પાશા સાથે અફઘાન સરહદે ઝડપાયો હતો. અમે ભારતમાં હથિયારોની દાણચોરીમાં મદદ મેળવવા માટે ડ્રગ સ્મગલર જેબ શાહને મળવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અમારી મુલાકાત મેજર ઇકબાલ સાથે મુલાકાત થઈ હતી.
તૈયબાના કેમ્પમાં લીડરશિપ કોર્સ કર્યા હતા
૨૦૦૨માં સઈદ અને લખવીના નેતૃત્વમાં મુઝફ્ફરાબાદમાં લીડરશિપ કોર્સ કર્યો. ત્યાર બાદ હથિયાર ચલાવવા અને બોમ્બ બનાવવાનું પણ શીખ્યો. મેં આંતકીઓ માટેના દૌરા એ સુફ્રા, દૌરાએ અમામા, દૌરાએ ખાસા, દૌરાએ રિબાત અભ્યાસક્રમમાં ભાગ લીધો હતો.


comments powered by Disqus