કનુ-મનુ પરીક્ષા આપીને બહાર આવ્યા.
કનુઃ તને ખબર છે લ્યા, આજે કયું પેપર હતું?
મનુઃ ગણિતનું.
કનુઃ એટલે તને આવડતું હતું બધું!
મનુઃ ના રે..., આ તો બાજુવાળી કેલ્ક્યુલેટરથી કંઈક ગણતી હતી એટલે ખબર પડી!
•
કોઈકે સાચું જ કહ્યું છે, જિંદગી બે જ દિવસની છે... ‘શનિવાર અને રવિવાર’... આ વાત પાછી સોમવારે જ ખબર પડે છે.
•
પત્ની ICUમાં હતી. પતિની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ હતી.
ડોક્ટરઃ તમે આટલું બધું રડશો નહીં, ભાઈ. અમે અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરીએ જ છીએ, પણ આ તો ICUમાં હોવાના કારણે કંઈ બોલી નથી શકતાં. બાકી તો બધું ભગવાનના હાથમાં છે હવે...
પતિઃ ઉંમર જ શું છે એની. હજી તો ૪૦ની જ છે...
ત્યાં જ પત્નીના હોઠ ફફડ્યા અને ધીરેથી બોલી... હજી ૩૭ જ છે...
•
બાયોલોજીના ટીચર કહે છે કે સેલ એટલે શરીરનો કોષ.
ફિઝિક્સના ટીચર કહે છે સેલ એટલે બેટરી.
ઈકોનોમિક્સના ટીચર કહે છે કે સેલ એટલે વેચાણ.
હિસ્ટ્રીના ટીચર કહે છે કે સેલ એટલે જેલ.
આપણે તો ભણવાનું છોડી દીધું છે, ભઈસાબ! જે સ્કૂલના ચાર ટીચરોમાં એક વાતે સંમતિ નથી ત્યાં અમે શું શીખીને શું કાંદા કાઢવાના?
•
દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઇચ્છો છો સહેલું છે યાર!
હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા!!
•
એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે - ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહીં.’
•
ટપુએ એક ડોક્ટરને કહ્યુંઃ ડોક્ટર સાહેબ, તમે ઘરે આવવા કેટલી ફી લેશો?
ડોક્ટરઃ ત્રણસો રૂપિયા.
ટપુઃ બરાબર છે સાહેબ, ચાલો મારી સાથે.
ડોક્ટરે પોતાની કાર કાઢી અને ટપુ તેમની સાથે ઘરે ગયો.
ડોક્ટરઃ દર્દી ક્યાં છે?
ટપુઃ દર્દી કોઈ નથી સાહેબ, ટેક્સીવાળો પાંચસો રૂપિયા માંગતો હતો અને તમે ત્રણસોમાં મને ઘેર મૂકી ગયા.
•
શિક્ષકઃ આજે મારે તમારું સૌનું જનરલ નોલેજ તપાસવું છે. બોલો, દુનિયાનું સૌથી તેજ દોડવાવાળું પ્રાણી કયું છે.
મનુઃ ચિત્તો... અને જો ચિત્તો પાછળ દોડે તો... માણસ.
•
પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો
પત્નીઃ હું ઘર સંભાળું છું, કિચન સંભાળું છું, બાળકો સાચવું છું. તમે શું કરો છો?
પતિઃ હું મારી જાતને સંભાળું છું... તારી નશીલી આંખો જોઈને.
પત્નીઃ શું તમે પણ... બોલો, જમવામાં તમારી પસંદનું શું બનાવું?
•
છોકરીઃ જો હું મરી જાઉં તો તું શું કરે?
છોકરોઃ હું પણ મરી જાઉં.
છોકરીઃ (રોમાન્ટિક મુડમાં) પણ કેમ?
છોકરોઃ તારા ચક્કરમાં એટલી ઉધારી થઈ ગઈ છે કે મારું જીવવું હરામ થઈ ગયું છે.
