રામબાપાના જન્મદિનની ઉજવણી

Wednesday 11th May 2016 09:04 EDT
 
 

હનુમાન દાદાના પરમ ભક્ત અને પૂ. હિરજી બાપાના પરમ શિષ્ય પૂ. રામબાપાના જન્મ દિનનું શાનદાર આયોજન જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા આગામી તા. ૨૯મી મે, ૨૦૧૬ના રોજ સવારે ૯થી સાંજના ૬ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સમગ્ર દિવસ દરમિયાન અખંડ રામધુન અને મહાલંગર પ્રસાદનો લાભ મળશે. જેમાં સપરિવાર મિત્ર મંડળ સહિત પધારવા ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સંપર્ક: ભારતીબેન કંટારીયા 07956 814 214.
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૫-૫-૨૦૧૬ રવિવાર સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળની બહેનો છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.


comments powered by Disqus