અમીરો ચર્ચા કરી રહ્યા હતા. એક શેઠિયાએ કહ્યું મારો બાથરૂમ ૧૦ લાખ રૂપિયાનો થયો. બીજાએ કહ્યું મારે તો ૨૦ લાખ થયા. ત્રીજાએ કહ્યું મેં તો ગોલ્ડપ્લેટેડ નળ-ફિટીંગ્સ એટલે ૫૦ લાખ થઈ ગયા.
આ સાંભળીને એક ગામડિયા કાકા બોલ્યા, 'હું તો રોજ સવારે લોટો લઈને જ્યાં જાઉં છું એ ખેતરની કિંમત ૭ કરોડ રૂપિયા છે, અને શેઠિયાવ, એવાં બાથરૂમ તો હું રોજ બદલું છું!'
•
સસરાઃ વાવાઝોડાનાં શું સમાચાર છે?
જમાઈઃ ઘરે જ છે. રસોઈ બનાવે છે.
•
પત્ની: સાંભળો, આજકાલ ચોરીઓ બહુ થવા લાગી છે. મેં કપડાં સૂકવવા નાંખ્યા હતા ત્યાંથી બે ટુવાલ.... ચોરાઈ ગયા.
પતિ: ક્યા ટુવાલ?
પત્ની: આપણે શિમલાની હોટેલમાંથી લઇ આવેલા એ...
•
ટિકિટચેકર: આ વિકલાંગો માટેનો ડબ્બો છે. તમે કેમ બેઠા છો?
કાકા: કેરીઓ લઈ જઉં છું...
ટિકિટચેકર: તો શું થયું?
કાકા: બધી કેરી ‘લંગડા’ છે!
•
રમેશઃ હું તીર્થયાત્રા પર જઈ રહ્યો છું વિચારું છું... આ વખતે દારૂ મૂકી દઉં.
સુરેશઃ આ તો ખૂબ સારી વાત કહેવાય. દારૂ મૂકીને જ આવજે પણ પ્રોબ્લેમ શું છે?
રમેશઃ પ્રોબ્લેમ એ છે કે કોના ઘરે મૂકીને જાઉં?
•
એક કંજૂસ હાથમાં આઈફોન-૬ લઈને રસ્તા પર ચાલી રહ્યો હતો. અચાનક એનો પગ લપસ્યો અને કંઈક તૂટવાનો અવાજ આવ્યો...
કંજૂસ મનમાં બોલ્યો, ‘ભગવાન કરે ને હાડકું તૂટ્યું હોય?’
•
બોસઃ ક્યાં ગયો હતો?
કર્મચારીઃ વાળ કપાવવા.
બોસઃ ઓફિસના કામના સમયે...?
કર્મચારીઃ વાળ પણ ઓફિસના સમયે જ વધ્યા છે ને...
બોસઃ ઘરમાં બેસી રહ્યો હોત, તો પણ વાળ તો વધ્યા જ હોત ને...
કર્મચારીઃ ટકલું થોડું કરાવ્યું છે, જેટલા ઓફિસમાં વધ્યા એટલા જ કપાવ્યા છે...!
•
કંજૂસ લોટરી જીતી ગયો. પંડિતે કહ્યું, ‘કંઈક ભગવાનને પણ અર્પણ કરો.’
કંજૂસે બધા પૈસા હવામાં ઉડાવ્યા અને કહ્યુંઃ ‘ભગવાન તારે જેટલા જોઈએ એટલા રાખી લે. જમીન પર પડશે એટલા બધા મારા.’
•
એક બિઝનેસમેન પોતાની પત્નીને ગિફ્ટમાં હીરાનો હાર આપ્યો, ત્યાર પછી તેની પત્નીએ તેની સાથે છ મહિના વાત ન કરી. કેમ શું હાર નકલી હતો?
ના, ભાઈ ના, હકીકતમાં બિઝનેસમેને હાર જ એ શરત પર આપ્યો હતો.
•
કેજરીવાલનું નામ ઉલ્ટાવો...
‘લવારી જ કે?’
•
લગ્નોમાં સેલ્ફીનો ક્રેઝ જોતાં લાગે છે કે હવે કંકોત્રીમાં છાપવું પડશેઃ
‘સેલ્ફી સમય - સવારે ૯થી ૧૦ (પોતપોતાની સેલ્ફી સ્ટીક ઘરેથી લઈને આવવા વિનંતી)
•
એક ભેંસ જંગલમાં હાંફળી-ફાંફળી થઈ ભાગી રહી હતી. રસ્તામાં ઊંદર મળતાં તેણે ભાગવાનું કારણ પૂછયું.
ભેંસઃ જંગલમાં હાથી પકડવા પોલીસ આવી છે.
ઉંદરઃ પણ પોલીસ તો હાથી પકડવા આવી છે. તો તું શું કામ ભાગે છે.
ભેંસઃ આ તો ઇન્ડિયા છે ભાઈ. જો પકડાઈ ગયા તો કોર્ટમાં એ સાબિત કરતાં પણ ૨૦ વર્ષ લાગી જાય કે હું ભેંસ છું, હાથી નથી.
અને ઉંદર પણ ભાગ્યો ઊભી પૂંછડીએ...
