નટુ અને ગટુનો ખાસ મિત્ર રમેશ મૃત્યુ પામ્યો.
નટુઃ એના એકાએક મૃત્યુનું કોઈ કારણ?
ગટુઃ હા, એ ભૂલકણો હતો. સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય.
•
એક મુસાફરઃ ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઇમટેબલ શા કામનાં?
ટિકિટચેકરઃ ગાડીઓ સમયસર આવશે તો તમે વળી એમ કહેશો કે આ વેઇટિંગરૂમ શા કામના?
•
છોકરોઃ વહાલી, તારા માટે મારા હૃદયનાં દ્વાર ખુલ્લા છે.
છોકરીઃ સેન્ડલ કાઢું કે...
છોકરોઃ કંઈ જરૂર નથી. આ કંઈ મંદિર
થોડું છે!
•
આંખના ડોક્ટરઃ તમને ખરેખર ચશ્માં છે...
દર્દીઃ અરે સાહેબ, તમને તપાસ કર્યા પહેલાં જ કઈ રીતે ખબર પડી?
આંખના ડોક્ટરઃ તમે દરવાજો છોડીને બારીમાંથી અંદર આવ્યા છો
•
કનુ અને કેતન જંગલમાં ફરતા હતા ત્યાં અચાનક વાઘ જોયો. બન્ને ઊભી પૂંછડિયે નાઠા. કનુએ પોતાની થેલીમાંથી દોડવા માટેના ખાસ બૂટ કાઢ્યા.
કેતનઃ દોડી શકીશ?
કનુઃ વાઘ કરતાં નહીં, પણ તારા કરતાં તો ઝડપથી દોડી જ શકીશ એટલે બસ!
•
ચમનઃ ઘરમાં આગ લાગી છે...
રમણઃ તો એમાં મારે શું?
ચમનઃ અરે ડફોળ, તારા જ ઘરમાં લાગી છે.
રમણઃ તો પછી તારે શું છે?
•
છગનને એક ઇન્ટરવ્યૂમાં પૂછયુંઃ કંઈ વેચવાનો (સેલ્સનો) અનુભવ છે ખરો?
છગનઃ ઘણો બધો... મકાન વેચ્યું, જમીન વેચી, વાડી, ખેતર, ઘોડી વેચી, જર-ઝવેરાત, એમ સમજોને કે બધું વેચી નાખ્યું... પાકો અનુભવ છે.
•
પપ્પુઃ ડોક્ટર, આખા શરીરમાં કોઈ પણ જગ્યાએ આંગળી મૂકું છું તો ખૂબ દુઃખે છે. ડોક્ટરે એને આખા શરીરનો એક્સ-રે પડાવવાનું કહ્યું.
(બે દિવસ પછી)
ડોક્ટરઃ પપ્પુ, તમારી આંગળીમાં ફ્રેક્ચર છે.
•
જજએ ચોરને પૂછ્યુંઃ ઘરમાં માલિકની હાજરી હતી તો પણ તેં ચોરી કેવી રીતે કરી એ મને સમજાવ
પપ્પુઃ જજ સાહેબ, તમારી આટલી નોકરી સારી છે, પગાર પણ સારો છે. તમે આ બધું શીખીને શું કરશો?
•
એક દુકાનની આગળ લખ્યું હતુંઃ
ઉધાર એક જાદુ છે. અમે આપીશું અને તમે ગુમ થઈ જશો.
•
ચમનઃ તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતાં ઘોડા વધારે સમજદાર હોય છે.
રમણઃ સાવ સીધી વાત છે. જ્યારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે, પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે તો એક પણ ઘોડો તે જોવા નહીં આવે.
•
પતિઃ તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી. મમ્મી જેવી રોટલી
બનાવ ને!
પત્નીઃ હા ચોક્કસ. મમ્મી જેવી રોટલી તો હું બનાવું, પણ પહેલાં તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ!
