જજઃ છૂટાછેડા પછી તમારે અડધો પગાર પત્નીને આપવો પડશે.
ચંપકઃ હાશ! હવે અડધો પગાર તો મને વાપરવા મળશે.
•
પોલીસ (ચોરને)ઃ તું ચોરી શું કામ કરે છે?
ચોરઃ તમારા અને તમારાં બાળકોના ભલા માટે.
પોલીસઃ એટલે...
ચોરઃ અમે ચોરી જ કરવાનું બંધ કરી દઈએ તો પછી સરકારને તમારી જરૂર શું રહેશે?
•
લગ્ન બાદ પત્નીના હાથની રસોઈ પતિએ પહેલી વાર ખાધી.
મરચું વધારે હતું, પણ એ પત્નીને નારાજ કરવા નહોતો માંગતો.
પતિઃ ખાવાનું બહુ સ્વાદિષ્ટ બન્યું છે.
પત્નીઃ પરંતુ તમે તો રડો છો?
પતિઃ આ તો ખુશીનાં આંસુ છે.
પત્નીઃ તો વધારે આપું?
પતિઃ ના, હું વધારે ખુશી પચાવી શકતો નથી.
•
ટીચરઃ કંઈક બોધ આપતો... તમારા જીવનનો કોઈ એક કિસ્સો જણાવો.
સ્ટુડન્ટઃ મેં એને ફોન કર્યો તો એ સૂતી હતી. પછી તેણે મને ફોન કર્યો તો હું પણ સૂતો હતો. બોધ છેઃ ‘જેવું કરો એવું ભરો.’
•
પત્નીઃ તમે મને પહેલી વાર જોવા આવ્યા ત્યારે મેં કઈ સાડી પહેરી હતી એ યાદ છે તમને?
પતિઃ ના, યાદ નથી.
પત્નીઃ એનો અર્થ તમે મને પ્રેમ નથી કરતા.
પતિઃ ના એવું નથી, પણ માણસ જ્યારે સ્યુસાઇડ માટે પાટા પર પડતું મૂકે ત્યારે કોઇ એ નથી જોતું કે અહીં રાજધાની આવશે કે શતાબ્દી.
•
કનુ-મનુ પરીક્ષા આપીને બહાર આવ્યા.
કનુઃ તને ખબર છે લ્યા, આજે કયું પેપર હતું?
મનુઃ ગણિતનું...
કનુઃ એટલે તને આવડતું હતું બધું એમ..!
મનુઃ ના રે, આ તો બાજુવાળી કેલ્ક્યુલેટરથી કંઈક ગણતી હતી એટલે ખબર પડી!
•
‘કેમ રમેશને મળવાનું થાય છે કે?’
‘હવે મળવાનું ઓછું થતું જાય છે, અમે બંને પરણી ગયા છીએ.’
•
સસરાઃ જમાઈરાજ, તમે રોજ દારૂ પીઓ છો? લગ્ન પહેલાં તો ક્યારેય કહ્યું નહોતું.
જમાઈઃ તમારી દીકરી પણ રોજ લોહી પીવે છે, તમે કહ્યું હતું?
•
એક ભિખારી રોજ રોજ માંગીને ખાવાથી તંગ આવી ગયો. એક દિવસ એણે ભગવાનને પ્રાર્થના કરીઃ ભગવાન મને કંઈક એવું ખાવાનું આપો જે ખલાસ જ ન થાય.
ભગવાન એની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને બોલ્યા, ‘લે વત્સ, ચ્યુઈંગમ ખા.’
•
પત્નીઃ હવેથી તમે પણ મારી સાથે સોમવારના ઉપવાસ કરજો.
પતિઃ મેં ક્યારેય તને કહ્યું કે, તું પણ મારી સાથે માવો ખાવાનું ચાલુ કરી દે?
•
દીકરોઃ પપ્પા મારે લગ્ન નથી કરવાં. મને દુનિયાની બધી સ્ત્રીઓથી બીક જ લાગે છે.
પપ્પાઃ કરી લે બેટા. પછી એક જ સ્ત્રીથી બીક લાગશે. બાકીની બધી સારી લાગશે.
•
છગને એની પત્નીના જન્મદિવસે પત્ની લીલીને કહેતો હતો, ‘મને સૂઝતું નહોતું કે તારા માટે ગિફ્ટ શું લાવું! અચ્છા, સામે જે કાર પડી છે એ જોઈ?
‘હા, હા.’ લીલી ઉત્સાહમાં આવીને બોલી.
‘એનો કલર ગમે છે તને? છગને ફરી પૂછ્યું.
‘હા, બહુ બ્યુટીફૂલ કલર છે.’ લીલી વધુ ખુશ થતી બોલી.
‘તો હું...’ છગને કહ્યું, ‘...તારા માટે એવો રૂમાલ લાવ્યો છું.
