હૈયું હચમચાવી દેનારી ઘટનાઃ નરેન્દ્ર મોદી

Wednesday 13th April 2016 08:43 EDT
 
 

કોલ્લમઃ પુત્તિંગલ મદિરમાં સર્જાયેલી દુર્ઘટનાની જાણ થતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળ રવાના થયા હતા. મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એક મંદિરમાં આગની દુર્ઘટના દુઃખદાયક અને હૈયુ હચમચાવી દેનારી છે. આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. મને મૃતકોના પરિવારો અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે. મોદી તેમની સાથે દિલ્હીથી બર્ન સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટીમ પણ લઈ ગયા હતા. જેથી ઘાયલોને ઉત્કૃષ્ટ સારવાર મળી શકે. વડા પ્રધાને દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોના પરિવારજનોને કેન્દ્ર સરકાર તરફથી બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦-૫૦ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યનાં ચૂંટણીસભા સંબોધના હતા પરંતુ દુર્ઘટનાને પગલે શાહની ચૂંટણી રેલી રદ કરી દેવાઈ હતી.
• રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીઃ આગમાં જિંદગી ગુમાવનાર તમામને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓને વિનંતી છે કે નિરાધાર બનેલા કુટુંબોને મદદ પૂરી પાડે.
• ગૃહ પ્રધાન રાજનાથ સિંહઃ કોલ્લમ્ દુર્ઘટનાના મૃતકોના તમામ પરિવારો સાથે મારી હૃદયપૂર્વક સહાનુભૂતિ વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો માટે હું પ્રાર્થના કરું છું.
• કેરળના મુખ્ય પ્રધાન, ઓમાન ચાંડીઃ આ એક અભૂતપૂર્વ અને ભયજનક સ્થિતિ છે... બચાવકાર્ય પૂર્ણ થયું છે. અમે હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ ઇજાગ્રસ્તોની ઉત્તમ સારવારમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. પ્રાઇવેટ હોસ્પિટલો પણ અમને સહાય કરી રહી છે.
• કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીઃ ભયાનક કરુણાંતિકામાં સ્વજનોને ગુમાવનાર તમામ પરિવારો માટે પ્રાર્થના કરું છુ. મુખ્ય પ્રધાન ચાંડી સાથે વાત કરીને ખાતરી કરી છે કે વહેલી તકે પૂરતી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
• પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીઃ કેરળમાંથી દુઃખદ સમાચાર મળ્યા છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારજનો સાથે મારી હૃદયપૂર્વક સહાનુભૂતિ છે.
• સચિન તેંડુલકરઃ કોલ્લમ મંદિરમાં ભીષણ આગની ઘટનાના સમાચારથી હચમચી ગયો છું. ઈજાગ્રસ્ત તમામ લોકો માટે પ્રાર્થના કરું છું. ભગવાન મૃતકોના પરિવારને પીડા સહન કરવાની શક્તિ આપે.


comments powered by Disqus