ગુજરાતના ગાંધીનગર જીલ્લાના નાનકડા શહેર કલોલની નવયુવાન પ્રોફેશનલ ટ્રાવેલ અને સ્ટ્રીટ ફોટોગ્રાફર રિયા શર્માના ફોટોનું પ્રદર્શન આગામી તા. ૨૧થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ દરમિયાન ધ બ્રિક લેન ગેલેરી, ધ એનેક્ષ, ૯૩-૯૫ સ્કેલ્ટર સ્ટ્રીટ, લંડન E1 6HR ખાતે કરવામાં આવ્યું છે.
રિયા શર્માએ ન્યુયોર્ક ઇન્સ્ટીટ્યુટ અોફ ફોટોગ્રાફીમાંથી ટ્રાવેલ ફોટોગ્રાફી અને પ્રોફેશનલ ફોટોગ્રાફીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને આ સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થનાર તે પ્રથમ ભારતીય છે. હાલ તે સંસ્થાનું પ્રોફેશનલ પ્રેસ કાર્ડ ધરાવે છે. રિયા ફોટોવર્લ્ડ મેગેઝીનની અધિકૃત ફોટોગ્રાફર પણ છે.આગામી એપ્રિલ માસમાં તેની તસવીરોનું ન્યુયોર્કની એગોરા ગેલેરી અને તે પછી મિયામીના સ્પેક્ટ્રમ ખાતે પ્રદર્શન યોજાનાર છે.

