ડીસાઃ ચાર આની, આઠ આની જેવા ચલણીસિક્કા, લખોટી કે માટીના કાંકરા ગળી જવાની ઘટનાઓ કદાચ વાંચવામાં કે સાંભળવામાં આવી હશે, પરંતુ કોઇ યુવક એક ફૂટ લાંબી સાણસી ગળી જાય તેવી ઘટના કોઇના માનવામાં આવે નહીં. પણ આવી ઘટના રાજસ્થાનના પાંચલા ગામમાં બની છે. જ્યાં મિત્રો સાથે શરત લગાવી એક યુવક આખી સાણસી ગળી ગયો. જોકે પછી તેની હાલત ગંભીર બની ગઇ અને તેને ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો અને ગુરુવારે મોડી રાત્રે તેનું સફળતાપૂર્વક ઓપરેશન કરી સાણસી બહાર કઢાઈ હતી. હાલ યુવક બચી ગયો છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આશ્ચયજનક ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજસ્થાના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના પાંચલા ગામમાં રહેતા ભવરાભાઇ સુરાભાઇ મેઘવાળ (૨૮)એ બુધવારે મિત્ર સાથે મારેલ શરતમાં સાણસીને ઉલટી પકડી પોતાના સાહસથી છેક ગળાની પણ નીચે ધકેલી દીધી હતી.
સાણસી ગળાથી નીચે ઉતરી જતાં બહાર નીકળી હતી. અને ધીરેધીરે ગળામાં સોજો આવતાં શ્વાસ રુંધાવા લાગતાં હાલત ગંભીર બની ગઇ હતી. જેથી તેને ડીસાની આકાશ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.

